ભાજપે 27 વર્ષથી ફેલાવેલા વિકાસનો ભ્રમ આમ આદમી પાર્ટી તોડી રહી છેઃ ગોપાલ ઈટાલિયા

0
98

અમદાવાદ/ગુજરાત : 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે. આ વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપ સરકાર દ્વારા તાનાશાહી રીતે અટકાયત કરવામાં આવી છે. ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે તેનો આ પુરાવો છે. કારણ કે ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ભાજપ સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગતથી માહિતગાર કરી રહી છે અને તેના કારણે ભાજપ સરકારનો જનતા સામે પર્દાફાશ થયો છે.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા ફ્રી વીજળી આંદોલન હેઠળ અમદાવાદ શહેરના રાણીપ, નારણપુરા, નવાવાડજ, અખબારનગર, નવરંગપુરા, ચાંદલોડીયા તથા સાબરમતી, સુરત શહેરના વરાછા, ઓલપાડ, કતારગામ તથા કરંજ, ભાવનગર શહેરના જલાલપુર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા અને રાજકોટની સાથે બીજા ઘણા શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, ટોર્ચ યાત્રા અને સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ દિવસથી નિરંતર ઉત્સાહ સાથે ગુજરાત ની જનતા નું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથે-સાથે ગુજરાતની જનતાનો આ વિશ્વાસ અને ઉત્સાહ જોઈને ‘આપ’ કાર્યકર્તા અને નેતાઓ પોતાના સંપૂર્ણ મન અને ધગશ થી ગજરાત ના લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જે ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તન અવશ્ય લાવશે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફ્રી વીજળી આંદોલનને ગુજરાતના ઘરે-ઘરે લઈ ગયા છે: ગોપાલ ઈટાલિયા

વીજળી આંદોલનને કચડી નાખવા ભાજપ સરકાર તાનાશાહી વલણ અપનાવી રહી છેઃ ગોપાલ ઈટાલિયા

ભાજપની ખોટી નીતિઓને કારણે ગુજરાતની જનતાએ દેશની સૌથી મોંઘી વીજળી ખરીદવી પડી છે: ગોપાલ ઈટાલિયા

ભ્રષ્ટ ભાજપ સરકારનો હવે જનતા સામે પર્દાફાશ થયો છે: ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતભરના હજારો-લાખો લોકો જોડાઈ રહ્યા છે. આ સાથે, આવા હજારો નવા કાર્યકર્તાઓ પણ મળી રહ્યા છે જેઓ આમ આદમી પાર્ટીમાં સંપૂર્ણ સક્રિયતા સાથે કામ કરવા માંગે છે. આવા જાગૃત લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે અને આવા લોકોના કારણે જ આજે આમ આદમી પાર્ટી રાજકીય પરિવર્તન લાવી રહી છે અને આગળ વધી રહી છે.

ગુજરાતમાં ભાજપ દ્વારા છેલ્લા 27 વર્ષથી માત્ર વિકાસનો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વિકાસના નામે ભાજપે માત્ર પ્રજાને લૂંટી છે. ગુજરાત એક એવું રાજ્ય છે જે સૌથી વધુ વીજ ઉત્પાદન કરતા રાજ્યોમાં આવે છે. આમ છતાં આજે ગુજરાતમાં દેશની સૌથી મોંઘી વીજળી જનતાને આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી અન્ય રાજ્યોને સસ્તા ભાવે વેચવામાં આવે છે, આ ગુજરાતની જનતા સાથે સદંતર અન્યાય છે. ભાજપે પોતાની ખોટી નીતિઓ બદલવી પડશે. ભ્રષ્ટ ભાજપની આવી ખોટી નીતિઓને ગુજરાતની જનતા સાંખી લેશે નહીં.

અમદાવાદ

ગાંધીનગર

સુરત

ભાવનગર

જૂનાગઢ