દિલ્લીની MCDની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન AAP પાર્ટીએ ગુજરાતમાં મનાવ્યો

0
49

દિલ્હીમાં MCDની ચૂંટણીમાં ભાજપના 15 વર્ષના શાસનુ અંત લાવી આજે આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનમાં પોતાના પરચમ લહેરાવ્યો છે જેને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની વિજયનું જશ્ન ગુજરાતમાં પણ માનવામાં આવ્યુ હતું આ અંગે
આમ આદમી પાર્ટીના ગુજરાત મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે દિલ્હીની જનતાએ MCD માં પણ કુશાસન ચલાવનાર ભાજપને જાકારો આપ્યો છે અને અરવિંદ કેજરીવાલની સ્વચ્છ અને ઈમાનદાર રાજનીતિને પસંદ કરી છે. 15 વર્ષથી દિલ્હી MCDમાં ભાજપનું શાસન હતું. હવે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીમાં જીત મેળવી છે, જેમાં તેમણે  આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. જામ ખંભાળિયામાં, દ્વારકા જિલ્લામાં અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ જીતની ઉજવણી કરી છે. તેમજ આવતીકાલે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી છે અને એ બદલ હું આમ આદમી પાર્ટીના લાખો અને કરોડો કાર્યકર્તાઓને અત્યારથી જ શુભેચ્છા પાઠવો છો.

 

આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો છે અને આ ચૂંટણીમાં  એક કાર્યકર્તાઓએ સાચા દિલથી મહેનત કરી છે અને ખૂબ જ સારું પરિણામ આવવાનું છે એવો મને વિશ્વાસ છે. બીજા લોકોના સર્વેમાં આમ આદમી પાર્ટીને ભલે 20% વોટ મળતા હોય પરંતુ અમારા સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટી એના કરતાં પણ વધુ વોટ મેળવી રહી છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આવતીકાલે એક ઇતિહાસ રચશે.

 

જામ ખંભાળિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદેદારો સહિત આપના કાર્યકરો ફટાકડા ફોડી ઊજવણી કરી હતી. સાથે સાથે આમ આદમી પાર્ટી જીંદાબાદના નારા લગાવી દિલ્લી માં MCD માં જીતનો જલસો ઉજવ્યો. જામ ખંભાળીયાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું