કતારગામ વિધાનસભાથી આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા આજે વિજય મુહર્તમાં ઉમેદવારી પત્ર ભર્યુ

0
32

ગુજરાત વિધાનસભાના ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આજથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરવાના છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પણ આજે વિજય મુહર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોપાલ ઈટાલિયા ‘આપ’ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે કતારગામના અક્ષરવાડી મંદિર ખાતે પહોંચ્યા હતા. સ્વામીનારાયણ મંદિરમાં રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાલિયાએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સ્વામિનારાયણ મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા હતા.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ સુરતના કતારગામ વિસ્તારના ડભોલી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’ માં ભાગ લીધો. રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાલિયા ભગવાન સ્વામિનારાયણને નતમસ્તક થઈને કતારગામ વિધાનસભા માટે ગોપાલ ઈટાલિયાનું ઉમેદવારી પત્ર ભરવા હેતું આર્શીવાદ લીધા અને એ બાદ ‘વિજય સંકલ્પ રેલી’ નું નેતૃત્વ કરતા ‘વિજય સંકલ્પ રેલી’ માં જોડાયા. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’ અક્ષરવાડી-ડભોલી, કતારગામ, સુરતથી નિકાળવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની આ ‘વિજય સંકલ્પ રેલી’ માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સહિત સુરતના સ્થાનિક લોકો એ પણ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરવા માટે મોટી સંખ્યામાં ભાગ લીધો.

રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાલિયાની આગેવાની હેઠળની આ ‘વિજય સંકલ્પ રેલી’ ના માધ્યમથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા હવે સંપૂર્ણ રીતે પરિવર્તન ઈચ્છે છે. સૌએ ‘વિજય સંકલ્પ રેલી’ માં ભાગ લઈને ગોપાલ ઈટાલિયાને ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ઘણા બધા આશીર્વાદ આપ્યા. આમ આદમી પાર્ટી પ્રત્યે જનતાનો પ્રેમ દર્શાવે છે કે હવે ગુજરાતની જનતા ભાજપની 27 વર્ષની રાજનીતિથી કંટાળી ગઈ છે. હવે જનતા ઈચ્છે છે કે લોકોને લૂંટનારી પાર્ટી જતી રહે અને લોકો પર લૂંટાવાવાળી પાર્ટી આવે, એટલે કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને.

ભગવાન સ્વામિનારાયણનાં દર્શન અને વિજય સંકલ્પ રેલી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ઢોલ-નગારા સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર દરમિયાન, ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશનાં નેતાઓ, સ્થાનિક સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ભગવાનનાં આશીર્વાદ લઇને આજે હું આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે આગળ વધી રહ્યો છું. મને એ વાતની વધારે ખુશી છે, પરંતુ બીજી બાજુ હું થોડી નર્વસ પણ અનુભવી રહ્યો છું. કારણ કે મારા જેવા સામાન્ય ઘરના યુવાનોને આમ આદમી પાર્ટીએ ઘણો મોટો મોકો આપ્યો છે. ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે હું સપનું જોઈ રહ્યો છું. આજે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના તમામ નાના-મોટા કાર્યકર્તાઓની મહેનતના કારણે મને આ મોકો મળ્યો છે. આજે મેં ભગવાનના આશીર્વાદ લીધા છે તો, હું સખત મહેનત કરીશ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં યોગદાન આપીશ.

કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનુભાઈ મોરડિયાએ છેલ્લા 5 વર્ષમાં જેટલા પણ સારા કામ કર્યા છે એ જનતાને બતાવે અને તેના આધારે લોકો પાસે વોટ માંગે. પછી જનતા જાતે નક્કી કરી લેશે કે કોને વોટ આપવો છે.

મારો અને આમ આદમી પાર્ટીનો મુદ્દો એ છે કે ગુજરાતનાં બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું છે, લોકોને મફત અને શ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા મળે. જનતાને ભ્રષ્ટાચારનો ભોગ ન બનવું પડે, લાંચ ન આપવી પડે, તે માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવવું છે. કોઇપણ યુવા બેરોજગાર ન રહે તે માટે રોજગારીની વ્યવસ્થા કરવી છે. આપણા દેશના વીર શહીદો જે સરહદ પર બલિદાન આપે છે એમનાં પરિવારોને એક કરોડ રૂપિયાનું સન્માન આપવું છે. આ અમારો મૂળભૂત એજન્ડા છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મિડીયાને સંબોધિત કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એટલી બધી બોખલાઈ ગઈ છે, એટલી બધી ડરી ગઈ છે કે એલ ફેલ વાતો કરવામાંથી ઉંચી નથી આવી રહી. તેઓ અમારા ઉપર કિચડ ફેંકી રહ્યા છે કે, કિચડના કેટલાક છાંટા અમારા પર ઉડે, પરંતુ જનતા એક પણ છાંટો અમારા પર ઉડવા દેતી નથી. અમે ઇલેક્શન લડી રહ્યા છીએ વીજળી, શિક્ષા, પાણી, સ્વાસ્થ્ય, બેરોજગારી કેવી રીતે દૂર કરીએ, મોંઘવારી કઈ રીતે ઘટાડીએ એ મુદ્દા પર પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાસે કોઈ મોડલ નથી ઓફર કરવા માટે. આ પરિવર્તનની ચૂંટણી છે. 2022 ની ચૂંટણીમાં પરિવર્તનનો અર્થ છે અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના લોકો એક અવાજમાં પરિવર્તન ઈચ્છે છે, તેની માંગ કરી રહ્યા છે અને મળીને આમ આદમી પાર્ટીને વોટ કરશે.