AAP સંયોજક અરવિદ કેજરીવાલે વિડિયો માધ્યમ થકી કોંગ્રેસ મત ન આપવા જનતાને કરી અપીલ

0
31

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ સમ્રગ દેશમાં કેન્દ્ર સ્થાને છે અને ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીને લઇ પર્વ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય સ્તેરથી દિગ્ગજ નેતાઓ અભિનેતાઓ સ્ટારપ્રચારકો પોતા પોતાની પાર્ટીનું પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસો કરી રહ્યા છે. એક કોંગ્રેસ આવુ કહી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે બીજી તરફ આમ આદમી પાર્ટી આવો દાવો કરી રહી છે કે આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે

તે વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ગુજરાતમાં સંબોધન કરતા કહે છે કે કેમ છો મજામાં શું તમે કોંગ્રેસના સમર્થકો છો હંમેશા કોંગ્રેસને મત આપતા આવ્યા છો તો મારી તમને એક વિનંતી છે જેમાં તેમણે કહ્યુ કે આ વખતે કોંગ્રેસને મત ન આપતા આ વખતે આમ આદમી પાર્ટીને મત આપજો કોંગ્રેસને મત આપવાનું મતલબ છે મત ખરાબ કરવું કોંગ્રેસની સરકાર નથી બનવાની આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની 5થી પણ ઓછી સીટો આવવાની છે એ પણ જીત્યા પછી ભાજપમાં ચાલ્યા જશે કોંગ્રેસને મત આપી મત ખરાબ ન કરો આ વખતે બધી જગ્યાએ આમ આદમી પાર્ટીનું માહોલ છે તેમજ જનતાને અપીલ કરતા કહ્યુ કે જો તમારો મત આમ આદમી પાર્ટીને મળી જાય તો ચોક્કસ આમ આદમી પાર્ટીની સરકાર બનશે આ વખતે ગુજરાતમાં મોટો પરિવર્તન થવાની કરી વાત