AAP સુપ્રિમો અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે કર્યુ સંવાદ અને કરી આ મહત્વની વાત

0
78

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી ટાણે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી ચૂંટણીને લઇ એકશનમોડમાં જોવા મળી રહી છે. આપ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને જનતાને અલગ-અલગ ગેરંટીઓ આપી રહ્યા છે આજે અરવિંદ કેજરીવાલે એસ જી હાઇવે ખાતે આવેલા કન્વેશન હોલામાં રિક્ષાડ્રાઇવરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યુ હતુ જેમા રિક્ષાચાલકોની સમસ્યા સંભાળવા અને ચૂંટણી લઇને તેમના વણઉકેલાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રિક્ષાચાલકો સાથે સીધું સંવાદ કર્યુ હતુ


જેમાં કેજરીવાલે કહ્યુ કે ભાજપ એક વિશાળ પાર્ટી છે તેમણે સમ્રગ દેશને ડરાવી રાખ્યો છે ખાસ કરીને મિડિયાવાળાને પણ ડરાવી રાખ્યુ છે આમાં આમનું વાંક નથી પરંતુ કંપનીના માલિકોને ધમકી આપે છે રિર્પોટરોને ધમકી આપે છે જેના કારણે બિચારા આ લોકો આપણી વાતનો બતાવી નથી શક્તા પણ આપણે ચિંતા નથી કરવી આમરી સાથે જનતા છે આપ સૌથી નિવેદન છે પોતાના ફોન કાઢો મારી રેકોર્ડિંગ કરો અને તમામ વોટ્સએપ પર સેન્ડ કરો સોશિયલ મિડિયા થકી આપણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું જેમાં કેજરીવાલ પંજાબના વિડિયોનું ઉલ્લેખ કરતા જણાવ્યુ કે હું પંજાબમાં ગયો હતો ત્યારે રીક્ષાચાલકના ત્યા જમવા ગયો હતો આજે અહીયા પણ ગુજરાતના રિક્ષાચાલકના ત્યાં જમવા જઇશું મિત્રો દિલ્હીના રિક્ષાવાળા મને ઘણું પ્રેમ કરે છે

 

પંજાબના રિક્ષાવાળા પણ મને ઘણું પ્રેમ કરે છે હવે ગુજરાતના ઓટો વાળા મને યાદ કરવા લાગ્યા છે હું પણ આપ લોકોને ઘણું પ્રેમ કરુ છું 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પણ આજદિન સુધી કોઇ ભાજપના મુખ્યમંત્રી કે અન્ય મંત્રીએ તમારા સાથે આવી રીતે વાતચીત કરી કયારેય આપને સ્ન્માન આપ્યુ તમારા ઘર જમવા આયા હું તમને આપણું માનું છું દિલ્હીમાં કોરોના થયો જેના કારણે તમામ રોજગારી ઠપ્પ થયા દિલ્હી સરકારે તમામ રિક્ષાચાલકોના બેન્ક એકાઉન્ટમાં 5 હજાર રૂપિયા નાંખ્યા દિલ્હીમાં 1.5 લાખ રિક્ષા ચાલક છે જેમને 5 હજાર રૂપિયા ખાતામાં નાંખ્યા કેમ કે તેમનું ગુજરાત ચાલતુ રહે