નવસારીના રાધાકૃષ્ણ મંદિર ને ફરીથી બનાવવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં AAPએ કરી માગ

0
48

નવસારીમાં તોડી પડાયેલા રાધા કૃષ્ણ મંદિરનું ફરી વાર નિર્માણ કરીને લોકોની આસ્થાનું સન્માન જાળવવા, શ્રદ્ધાળુ મહિલાઓને ન્યાય અપાવવા તેમજ આ ઘટના માટે જવાબદાર એવા નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહને બરતરફ કરવા બાબતે આમ આદમી પાર્ટીના નવસારીના સ્થાનિક નેતાઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું.

આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ એ જણાવ્યું કે આપણો ભારત દેશ આસ્થા અને શ્રદ્ધાની આધ્યાત્મિક ભૂમિ છે. દેશના મંદિરો એ દેશની ધરોહર છે તેમજ લોક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરોનું જતન કરીને લોક આસ્થાને સન્માન આપવું એ આપણી ફરજ છે પણ એનાથી એકદમ વિપરીત કૃત્ય નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહના ઈશારે પાલિકા પ્રશાસન અને પોલીસ દ્વારા 26 જુલાઈ, 2022ના રોજ નવસારીના સર્વોદયનગરમાં આચરવામાં આવ્યું. આ ઉપરાંત, પોતાની આસ્થાના કેન્દ્ર એવા મંદિરનું રક્ષણ કરવા આગળ આવેલી મહિલાઓ સાથે પોલીસ દ્વારા એકદમ અભદ્ર અને બર્બરતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું. આ એકદમ ગંભીર અને લોક આસ્થાને ઠેસ પહોચાડનારી બાબત છે.

આવા દુષ્કૃત્યને સાંખી લઈ શકાય નહી તેથી લોકહિતમાં અમે કલેકટરશ્રી ને 3 માંગણીઓ કરી,

ફરી વાર એ જ જગ્યાએ તાત્કાલિક ધોરણે ભવ્ય મંદિરનું નિર્માણ કરી આપવામાં આવે.
મહિલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર અને બર્બરતાપૂર્ણ વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવામાં આવે.
આ સમગ્ર ઘટના માટે જવાબદાર એવા નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે.

આ સાથે અમે જણાવ્યું કે જો આ માંગણીઓ નહી સંતોષાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.

આ દરમિયાન નવસારી લોકસભા પ્રમુખ ભાવિન સાવલા, જિલ્લા સચિવ અનિલ સિંહ ભદૌરિયા, કલ્પેશ વડોદરિયા, પ્રદીપ કુમાર મિશ્રા, ગીરાબેન પટેલ, રિતેશ પરમાર, સુખાભાઈ પટેલ, ભારત રાઠોડ, અંજુબેન વસોયા, રાહુલ બ્રોચીઆ, મહેશ બસ્તીકાર, મેહુલ શર્મા, મોનીલ પટેલ, મહેશ ભાઈ પટેલ, ગોપાલ જગતપ અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.