ગોમતીપુરના વોર્ડના ભાજપ યુવા મોરચા પ્રમુખ પર AAP ના કાર્યકરએ જીવલેણ હુમલો કર્યાનું આરોપ

0
66

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી એકવાર તમામ રાજ્કીય પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયુ છે. શાંતિપ્રિય સરદાર અને ગાંધીના ગુજરાતમાં ચૂંટણી પૂર્વે લોહિયાળ બનતી હોય તેવા ચિતાર સામે આવી રહ્યા છે. થોડાક સમય આગાઉ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સરોઠિયા પર સુરતમાં હુમલાની ઘટના બની હતી જેમાં આમ આદમી પાર્ટી ભાજપના કાર્યકરો દ્રારા હુમલા કરવાનો દાવો કરાયો હતો જેની શાહી હજુ સુકાઇ નથી ત્યારે અમદાવાદમાં હવે ભાજપ કાર્યકરો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે


ભાજપના ગોમતીપુરના યુવા મોરચા પ્રમુખ પવન તોમર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં હુમલો કરનાર સાહિલ ઠાકોરે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાએ હોવાનું ભાજપ દ્રારા આરોપ લગાવામાં આવ્યો છે. તેમજ રાજ્કીય અદાવત રાખી સાહિલ ઠાકોરે છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે જેમાં પવન તોમર પર વિસ્તારના લોકોને ઉશ્કેરવામાં આવતા સાહિલ ઠાકોર વિફ્રર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો જેના લઇ ભાજપ નેતાઓ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે

ભાજપના મિડિયા ક્ન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યુ કે આમ આદમી પાર્ટી હતાશ થઇને હલકી કક્ષાની રાજનિતી કરી રહી છે વોર્ડ પ્રમુખની કોઇ એવી દુશ્મનવટ પણ નથી જેના કારણે હુમલો કરી શકાય આ જે પ્રકારે જુઠાણુ પકડાઇ રહ્યો છે પ્રજાન ગેરમોર્ગે દોરવા આ પ્રકારના કાવતરાઓ કરી રહી છે તેમણે કહ્યુ કે ગુજરાતની અંદર આવી હલકી પ્રકારની રાજનિતી ન કરી શકાય