આબુમાં હનુમાજીનું મંદિર વહીવટી તંત્ર દ્રારા તોડી પડાતા આજે હિન્દુ સંગઠન દ્રારા અબુ બંધ રાખવામાં આવ્યું

0
39

રાજસ્થાનના અબુમાં નગરપાલિકા દ્રારા સંતપુરા તળાવ પાસે આવેલુ હનુમાનજીનું મંદિર તોડી પાડતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનો દ્રારા મંદિર તોડી પડાવાને લઇ તંત્રની કામગીરી વખોડી હતી અને અબુ રોડ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું જોકે અબુમાં કોઇ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસના ધાડેઘાડા ઉતારી દેવામાં આવ્યા હતા

 

તેમજ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ દ્રારા ધંધા ,રોજગાર બંધનું એલાન આપી સવારથી વહીવટી તંત્રની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો જોકે સંતપુરા તળાવ પાસે રોડ પર હનુમાનજીનું મંદિર આવેલુ હતું જો કોઇ કારણોસર વહીવટીતંત્ર દ્રારા તોડી પાડવામાં આવ્યુ છે જેમાં પોલીસ અને હિન્દુ સંગઠનો કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ જેમાં પોલીસને ભીડ કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી