કોરોનાના બે વર્ષ બાદ અમદાવાદના લોકોએ આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. જો કે દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. અમદાવાદમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી હવા પ્રદૂષિત થઈ ગઈ છે. પ્રદૂષણને કારણે શહેરનો AQI વધ્યો છે. ત્યારે વધતું પ્રદૂષણ અમદાવાદ માટે ગંભીર સમસ્યા બની રહ્યું છે.
અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે
તહેવારોની સિઝનમાં ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે.નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ફટાકડા ફોડવાનો આનંદ આવે છે, પરંતુ આ ફટાકડાઓમાં રહેલા ઝેરી તત્વો હવામાં જોવા મળે છે તેનો તેમને ખ્યાલ પણ નથી હોતો.જેથી ઝેરી વાયુઓ ફેલાતા હોય છે. ઝેરી છે. ધુમાડાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે, જેનાથી વાયુ પ્રદૂષણનું જોખમ વધે છે.
બોપલમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું છે
આમ, દિવાળીના તહેવાર દરમિયાન શહેરની હવાની ગુણવત્તા સૂચકાંકમાં વધારો થયો છે. પીરાણા સાથે સવારે 11 વાગ્યે 285નો AQI નોંધાયો હતો. બોપલ સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જાણવા મળ્યું છે. પશ્ચિમમાં બોપલની આસપાસના વિસ્તારમાં AQI 313 પર પહોંચી ગયો છે. AQI ના વિવિધ એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200 અને 300 ની વચ્ચેનો AQI નબળો માનવામાં આવે છે. 300 અને 400 ની વચ્ચેનો AQI ખૂબ જ નબળો માનવામાં આવે છે. ત્યારે અમદાવાદની હવા પણ હવે ઝેરી બની રહી છે.