વલસાડ જિલ્લામાં માજી સૈનિક નું નિધન થયા બાદ આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
44

વલસાડ જિલ્લામાં ગઈકાલે એક આંદોલન માં પોલીસ દમન માં એક માજી સૈનિક નું નિધન થયું છે એ સંદર્ભ માં વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર કલેકટરશ્રી ને આપવામાં આવ્યું હતું

છેલ્લા ઘણા સમય થી માજી સૈનિકો દ્વારા પડતર માંગો ને લઈને આંદોલન કરી રહ્યા હતા જે સંદર્ભે ગતરોજ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલ કાનજીભાઈ માથોલિયા અને અન્ય કાર્યકર્તાઓ પર પોલીસ દમન થતા કાનજીભાઈ માથોલિયા નું મૃત્યુ થયું હતું જેને લઈને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને કાનજીભાઈ માથોલિયાના પરિવારને રૂપિયા 1 કરોડ અને શહીદ સન્માન રાશિ ચૂકવવામાં આવે તેવી વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ હતી