ચૂંટણીટાણે કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

0
72

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્કીય પક્ષોમાં ભારે હિલચાલ ચાલી રહી છે. અને પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠી છે રાજ્કીય પાર્ટીઓમાં નેતાઓ શિસ્ત ભૂલયા હોય તેવી રીતે ગુલાટ મારી રહ્યા છે અને અન્ય પક્ષમાં જોડાઇ રહે છે. જેમ -જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ નેતાઓમાં આતંરિક પ્રતિસ્પર્ધી અને ટિકિટના મળતા નારાજગી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે તે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયુ છે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ પક્ષ સાથે છેડો ફોડ્યો છે.

તાલાલાના ધારાસભ્ય ભગાબારડે કોંગ્રેંસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સુપરત કર્યુ છે. આંતરિક સૂત્રો અનુસાર ભગાબારડ છેલ્લા ઘણા સમયથી પક્ષની કામગીરીથી નારાજ ચાલી રહ્યા હતા અને તેઓ સાંજ સુધીમાં કેસરિયો ધારણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. ભાજપમાં જોડાવા અંગે તેમણે કાર્યકરો પાસેથી અભિપ્રાય પણ લીધો હતો

ભગા બારડનો રાજ્કીય કારકિર્દીને વાત કરીએ તો
1 ભગા બારડ સૌરાષ્ટ્રના તાાલાલાના ધારાસભ્ય છે
2 આહીર સમાજના અગ્રણી છે
3 તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને પૂર્વ સંસાદ સ્વ જશુભાઇ બારડના ભાઇ છે