AAP પાર્ટીમાં પૈસાના જોરે ટિકિટ અપાતી હોવાનું અમદાવાદ AAP ઉપપ્રમુખનો આરોપ

0
63

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા જોરશોરથી વાગી રહ્યા છે અને તમામ રાજ્કીય પક્ષોએ પણ પુરજોશમાં પ્રચાર -પ્રસાર શરૂ કરી દીધું છે ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં કોંગ્રેસ ,ભાજપ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે ત્યારે ચૂંટણીના ટાણે આમ આદમી પાર્ટીમાં ટિકિટને લઇ વિવાદ ઉભો થયો છે.

AAP શહેર ઉપપ્રમુખ સાકિર શેખે પ્રદેશ નેતૃત્વ સામે સનસનીખેજ આક્ષેપ કર્યા છે જેમાં તેમણે જણાવ્યુ છે આમ આદમી પાર્ટીમાં પૈસાની જોરે ટિકિટ અપાઇ રહી છે જેમાં વેજલપુરની ટિકિટ પૈસાના જોરે કલ્પેશ પટેલને ફળવાઇ હોવાનું આરોપ લગાવામાં આવ્યુ છે એટલે ચૂંટણીના ટાણે હવે પદ માટે મોહભંગ થતા નેતાઓ બગાવતી સૂર આલાપી રહ્યા છે આ અંગે AAP ઉપપ્રમુખ સાકિર શેખે ચિમકી ઉચ્ચારતા કહ્યુ કે બે ત્રણ દિવસમાં પાર્ટી આ અંગે વિચારણા નહી કરે તો કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે રાખી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે આગાઉ આમ આદમી પાર્ટી દ્રારા ત્રીજી યાદી જાહેર કરાતા તાપીની નિઝર બેઠકને લઇને પણ વિરોધ જોવા મળ્યુ હતુ હાલ ટિકિટની ફાળવણી આમ આદમી પાર્ટીમાં આતંરિક ડખો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યુ કે આમ આદમી પાર્ટી નેતાઓની નારાજગી ખાળવા કેટલી સફળ રહે છે.