અમદાવાદ હવે રિક્ષા પર રાજ્કીયપક્ષોના પોસ્ટર દેખાશે તો થશે કાર્યવાહી

0
59

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે તમામ રાજ્કીય પક્ષો ગુજરાતમાં સત્તા કબ્જો કરવા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યુ છે. તેમજ ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગેરૂપે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફરતી રિક્ષાઓએ પણ મહત્વનું ભાગ ભજવ્યું છે જેમાં કોંગ્રેસ , ભાજપ અને આમ આદમી પાર્ટીના બેનરો સાથે પણ ધૂમ પ્રચાર જોવા મળ્યુ છે જેને લઇ આચરસંહિતા લાગુ થતા હવે અમદાવાદ કલેકટર દ્રારા ચૂંટણીને અનુલક્ષી મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે

 

જેમાં હવે રાજ્કીય પાર્ટીના પોસ્ટર લગાવી ફરતા રિક્ષાચલાકો સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરાયા છે અને જે લોકોની રીક્ષા બનેરો છે તેને તાત્કાલિક ધોરણે હટાવી લેવા હુકમ કરાયો છે અમદાવાદના 2 લાખથી વધુ રિક્ષા ફરે છે અને રાજ્કીય પાર્ટીઓના પ્રચાર માટે એક મહત્વનું સાધન બની ચૂકી હતી જેમાં અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કેટલાક રિક્ષાચાલકો મંજરી લીધા વગર અને કોઇપણ વિભાગને જાણ કર્યા વગર રાજ્કીય પક્ષોના બેનેરો લગાવી ફરી રહ્યા છે તેની સામે હવે અમદાવાદ કલેક્ટરે લાલઆંખ કરી છે