અમદાવાદ: હવે સોલામાં પણ બનશે નવી RTO, સુભાષબ્રિજ નહીં ખાવો પડે ધક્કો

હવે શહેરને ત્રીજી રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસ મળશે, જે સોલામાં ગુજરાત હાઈકોર્ટની સામે શરૂ થશે. સુભાષબ્રિજ ખાતે આવેલી મુખ્ય RTO અને વસ્ત્રાલ પછી આ ત્રીજી RTO હશે. ડિપાર્ટમેંટના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ નવી RTO સુભાષબ્રિજ ખાતે આવેલી ઓફિસનું એક્સટેંશન છે, જે મુખ્ય ઓફિસનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે. આર. સી. ફળદુએ એક ચર્ચામાં આસિસ્ટંટ રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસરની નવી ચેંબર અંજારમાં બનાવવાની વાત કરી હતી. સરકારના પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કહ્યું કે, ”મુખ્ય RTO પર વધતું જતું વાહનોનું રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓના વધતા કામના ભારણને જોતાં મુખ્ય RTOની શાખા શરૂ કરવી જરૂરી હતી. સોલા RTO મુખ્ય ઓફિસનું એક્સટેંશન છે. નવી RTOનું બિલ્ડિંગ બનતાં અને કામ શરૂ થતાં થોડા વર્ષો લાગશે.”અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી RTOમાં શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોનું કામ થશે. જ્યારે કોટ વિસ્તાર, શાહીબાગ અને અન્ય વિસ્તારોના લોકો સુભાષબ્રિજ ઓફિસમાં જ પોતાનું કામ પૂર્ણ કરી શકશે.

મંત્રી ફળદુએ માહિતી આપી કે, ”2017માં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2010માં 30,114 અકસ્માતો થયા હતા, જે ઘટીને 2016માં 21,849 થયા. અને 2017માં 19,081 અકસ્માતો નોંધાયા. 2016માં 8,136 ગંભીર અકસ્માતો થયા અને 2017માં 7,289 ગંભીર અકસ્માત નોંધાયા. જે દર્શાવે છે કે ગંભીર અકસ્માતોની સંખ્યામાં 10.41 ટકાનો ઘટાડો થયો.”2016 કરતાં 2017માં 2,778 અકસ્માતો અને 847 ગંભીર અકસ્માતો ઓછા થયા. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને અકસ્માત અંગે જાગૃતિ લાવવા માટે 11 વેન આપવામાં આવી છે તેમ મંત્રી ફળદુએ જણાવ્યું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com