અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીના મોત બાદ પરિવારજનોએ રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કર્યો

0
93

અસારવા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીના મોત બાદ દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટમાં છરો વાગતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં મૃતક મહિલાના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને તબીબને થપ્પડ મારી હતી.

આ કેસની વિગત એવી છે કે, શાહીબાગમાં રહેતા અને સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ (ઉંમર 35)એ સુરેન્દ્રનગર જિલ્લાના એક યુવક વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેની બહેનને ઢોર માર મારવામાં આવ્યો હતો. સંજોગોમાં સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં સોમવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં મૃતક મહિલાના સગાઓએ હોબાળો મચાવ્યો હતો અને સવારે ફરજ પરના રેસિડેન્ટ તબીબને થપ્પડ મારી દેતાં સિવિલમાં હંગામો મચી ગયો હતો. પરિવારજનોના હોબાળા બાદ સિવિલનો સ્ટાફ અને અન્ય દર્દીઓના સગાઓ એકઠા થયા હતા અને આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.