અમદાવાદ SOGએ સરકારી નકલી ડોક્યુમેન્ટ બનાવતા રેકેટ ઝડપી 5 લોકો દબોચી પાડ્યા

0
51

અમદાવાદમાં આવર-નવાર નકલી માર્કશીટ , ડોક્યુમેન્ટ સહિતના કૌભાંડ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ એસ ઓ જી અને ક્રાઇમબ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી વધુ એક સરકારી નકલી ડોક્યુમેન્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જયાં અમદાવાદ એસ ઓ જી અને ક્રાઇમબ્રાન્ચે દિલ્હી દરવાજા વિસ્તારમાંથી નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતી ટોળકી ઝડપી પાડી છે જેમાં અત્યાર સુધી 30 થી 40 લોકોને સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે જે અંગે પોલીસ 5 લોકોની ધરપકડ કરી છે.

 

આં અંગે અમદાવાદ એસ ઓ જીના DCP જયરાજ સિંહ વાળાએ જણાવ્યુ હતુ કે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી નકલી ડોક્યુમેન્ટના બનાવાનું કૌભાંડ ચાલી રહ્યુ હોવાની ખાનગીરાહે બાતમી અમદાવાદ એસ ઓ જી અને ક્રાઇમબ્રાન્ચને મળી હતી જયાં બાતમીના આધારે દરોડા પાડી સમ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં ટોળકી વિઝાના કામે જે ડોક્યુમેન્ટ જરૂરી છે તેવા તમામ ડોક્યુમેન્ટસ પોતાની ઓફિસ તૈયાર કરતા હતા અને જે બેન્ક બેલેન્સ બતાવાની હોય તે બેન્ક બેલેન્સ પણ ખોટું બતાવી ખોટો સિક્કો મારી સહી કરી વિઝા મેળવવા માટે અરજી કરતા હતા જયાં એસ ઓ જી અને ક્રાઇમબાન્ચે રેડ પાડી રોકડા 5 લાખ રૂપિયા બે કોમ્પ્યુટર , 4 મોબાઇલ સહિત આ તમામ પ્રકારે જે ખોટો ડોક્યુમેન્ટ બનાવતા હતા તમામ સાધનો સામ્રગી મળી આવ્યો છે જેમાં સૂર્યપ્રકાશ હરીલાલ કોષ્ટી અને તેના બે પુત્ર નિશિત અને અભિષેક અને એક તેના ભાઇનો દીકરો તેમજ એક કર્મચારી મળી કુલ 5 લોકોની ધરપકડ કરી છે