Airtel Down: દેશભરમાં એરટેલ સેવાઓ ખોરવાઈ, વોઇસ કોલ અને ઇન્ટરનેટ ઠપ, કંપનીએ રજૂ કર્યું નિવેદન
ભારતની ટોચની ટેલિકોમ કંપનીઓમાંથી એક, Airtel, આજે અનેક વપરાશકર્તાઓ માટે મુશ્કેલીનું કારણ બની. છેલ્લા કેટલાક કલાકોથી લોકો Airtel નેટવર્કમાં કોલ, SMS તેમજ ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ અનુભવતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓએ એરટેલની સેવાઓમાં આવેલા વિઘ્નને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિલ્હી-NCR વિસ્તાર સહિત મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ સેવા ખોરવાઈ હોવાના સમાચાર છે. Downdetector જેવી સર્વિસ ટ્રેકિંગ વેબસાઇટના જણાવ્યા અનુસાર, Airtel ને લગતી ફરિયાદો આજે સવારે 10 વાગ્યાથી નોંધાઈ રહી છે અને તેનો ગ્રાફ ઝડપથી ઊંચે ગયો છે.

શું કહ્યું Airtel ને?
Airtel એ ટ્વિટર (હવે X) પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, “અમને કેટલીક જગ્યાએ નેટવર્ક સેવા ખોરવાઈ હોવાની જાણકારી મળી છે. અમારી ટેકનિકલ ટીમ આ સમસ્યાનું નિદાન કરવા માટે કાર્યરત છે અને અમે શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” કંપનીએ વપરાશકર્તાઓની અસુવિધા બદલ ક્ષમાયાચના પણ વ્યક્ત કરી.
કોને થયું વધુ અસર?
જ્યાં કેટલાક યૂઝર્સ કોલ કરી શકતા નથી, ત્યાં કેટલાકના મોબાઇલ ડેટા સેવા પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ખાસ કરીને એવા વપરાશકર્તાઓ જેમની રોજિંદી કામગીરી ઇન્ટરનેટ પર આધારિત છે, તેઓ ભારે અસુવિધાનો સામનો કરી રહ્યા છે.
કેટલાક યૂઝર્સને 4G નેટવર્ક દેખાય છે, પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી નથી. બીજી તરફ, Airtel Fiber (બ્રોડબેન્ડ) સેવાઓ હજુ સુધી મોટેભાગે અખંડિત છે.
અગાઉ પણ આવી ઘટના બની
આ પહેલા પણ Airtel ની સેવાઓમાં આવી ખલેલ 2024ના અંતે નોંધાઈ હતી, જયારે ફાઈબર બ્રેકેજ અને સર્વર ઈશ્યૂઝને કારણે નેટવર્ક વિઘ્ન સર્જાયો હતો.
વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ મોબાઇલ રિસ્ટાર્ટ કરે, ફ્લાઇટ મોડ ચાલુ-બંધ અજમાવે અને અપડેટ માટે Airtelની ઓફિશિયલ ચેનલ્સ ચેક કરતા રહે. જો સમસ્યા લાંબી ચાલે, તો ગ્રાહક સેવા સંપર્ક કરવા સૂચન આપવામાં આવ્યું છે.

