મહેસાણાથી એ જે પટેલ અને લીમખેડાથી BTP ઉમેદવાર સર કરશે કેસરિયો

0
71

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આંગળીના વેઢે ગણી શકાય તેટલો દિવસ બાકી રહ્યો છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓમાં મનામણા રિસામણા જેવી પરિસ્થિતનું નિર્માણ થયો છે કોંગ્રેસમાં ચૂંટણીટાણે એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિ બની છે ખાસ કરીને ઉત્તરગુજરાતમાંથી દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી અન્ય પાર્ટીઓ તરફ વળી રહ્યા છે ઉત્તરગુજરાતના મહેસાણામા કોંગ્રેસમાં ભડકો સામે આવ્યો છે .

વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા એ જે પટેલ કોગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાશે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એક તરફ કોંગ્રેસના નેતાઓ 125 પ્લસ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે બીજી તરફ કોગ્રેસ દરરોજ રાજીનામનું દૌર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દહોદામાંથી પણ BTPમાં ભંગાણ સર્જાયું છે BTP નેતા રાજુ હઠીલા કેસરિયો ધારણ કરશે રાજુ હઠીલા દાહોદા લીમખેડામાંથી BTPના ઉમેદવાર હતા ભાજપ આદિવાસી પટ્ટા નેતાઓને પોતાના પક્ષ તરફેણ કરવા ખૂબ જ સફળ રીતે આગળ વધી રહી છે જેમાં આ વર્ષમાં અનેક આદિવાસી દિગ્ગજ નેતાઓને ભાજપે પોતાની પાર્ટીમાં સમાવી લીધા છે જોકે આ આદિવાસી સમાજ એક સમયે કોંગ્રેસ અને BTPની પરંપરાગત વોટબેન્ક માનવામાં આવતા હતા પરંતુ આ વખતે ભાજપ તરફી પલડું ભારે જોવા મળી રહ્યો છે જેમાં કોંગ્રેસને આદિવાસી વિસ્તારોમાં નુકસાન થઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે