Alien Attack Turned Soldiers to Stone: એલિયન્સ સામેની લડતમાં પથ્થર બની ગયેલા સૈનિકો, એક રહસ્યમય દુર્ઘટનાનું દસ્તાવેજીકરણ
Alien Attack Turned Soldiers to Stone: એલિયન્સના પૃથ્વી પર હોવા કે તેમની ભવિષ્યમાં મુલાકાત અંગે ઘણી વાર્તાઓ અને દાવાઓ થયા છે. ખાસ કરીને અમેરિકા જેમના પાસે UFOs માટે એક અલગ તપાસ વિભાગ છે, ત્યાં વારંવાર એવું કહેવામાં આવે છે કે એલિયન્સ અંગેની અસલ માહિતી છુપાવવામાં આવી રહી છે. હવે આવી જ એક ઘટનાનો ઉલ્લેખ CIAની ફાઇલમાં મળ્યો છે, જેનાં મૂળસ્ત્રોત તરીકે રશિયાની ગુપ્તચર એજન્સી KGBનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
આ અહેવાલ મુજબ, ભૂતકાળમાં સાઇબિરીયામાં એક વિચિત્ર ઘટના બની હતી જ્યાં સોવિયેત સૈનિકો અને એક અજાણ્યા યુએફઓ વચ્ચે અથડામણ થઈ હતી. કથિત રીતે, જ્યારે એક ઉડતી રકાબી ખૂબ નીચી ઊંચાઈએ સૈનિકોની ટુકડી ઉપર પસાર થઈ રહી હતી, ત્યારે સૈનિકોએ તેના પર મિસાઇલ દાગી. મિસાઇલના હુમલાથી રકાબી જમીન પર પડી અને અંદરથી પાંચ અજાણ્યા જીવો બહાર આવ્યા.
આ જીવો પોતે એક તેજસ્વી ગોળામાં પરિવર્તિત થયા અને એક પ્રકારની અજાણી ઉર્જા પ્રસરી. અહેવાલ અનુસાર, આ ઉર્જાએ તરત જ 25માંથી 23 સૈનિકોને પથ્થરમાં ફેરવી દીધા. માત્ર બે સૈનિકો જીવતાં બચી ગયા, કારણ કે તેઓ ઢાળ પાછળ છુપાયા હતા. આ બન્ને બચેલા સૈનિકોના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.
આ દ્રષ્ટાંત એવા ભયજનક તથ્યને ઉઘાડે છે કે એલિયન્સ પાસે એવું શક્તિશાળી શસ્ત્ર હોઈ શકે છે જે જીવંત માનવ શરીરની અંદરજ ઊર્જાત્મક પરિવર્તન કરી શકે. ઘટનાને પગલે પથ્થરમાં ફેરવાયેલા સૈનિકોના અવશેષો અને યુએફઓના ભાગો મોસ્કો નજીકની એક સંશોધન સંસ્થામાં લઈ જવાયા હતા.
વિજ્ઞાનીઓનું માનવું છે કે આ પ્રકારની અસાધારણ શક્તિ માત્ર ભવિષ્યની ટેકનોલોજી દ્વારા શક્ય છે. CIAએ આ દસ્તાવેજ 2000માં જાહેર કર્યો હતો, પરંતુ હજુ સુધી રશિયાએ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી નથી. જો આ વાત સાચી છે, તો એ માનવજાત માટે એક ચિંતાજનક સંકેત બની શકે છે.