Old Bible auction for 62 lakh rupees: ફાટેલું પુસ્તક, અણધારી કમાણી, દુકાનદાર રાતોરાત લખપતિ બન્યો!
Old Bible auction for 62 lakh rupees: ઘણીવાર જીવનમાં અણધારી ઘટનાઓ બને છે, જેની કોઈ અપેક્ષા પણ નથી હોતી. ઇંગ્લેન્ડની એક ચેરિટી શોપમાં આવી જ એક નવાઈભરી ઘટના બની. ત્યાં કોઈએ એક જૂનું અને ફાટેલું પુસ્તક દાનમાં આપ્યું. દુકાનમાં કામ કરતા સ્વયંસેવકોને લાગ્યું કે તે સામાન્ય બાઇબલ છે અને થોડીક કિંમતે વેચાશે. તેથી, તેમણે તેનું મૂલ્યાંકન કરીને હરાજી શરૂ કરી.
હરાજી દરમિયાન, જ્યારે તેની કિંમત ઝડપથી વધવા લાગી, ત્યારે દુકાનદાર અને સ્વયંસેવકો અચંબિત થઈ ગયા. આ પુસ્તક કોઈ સામાન્ય નહીં, પરંતુ ચીની ભાષામાં અનુવાદિત બાઇબલ હતું, જે 1815 થી 1822 દરમિયાન જોન લેસર અને જોશુઆ માર્શમેને અનુવાદ કર્યું હતું.
આ બુકશોપ ઓક્સફેમ સંસ્થાની છે, જે ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવા માટે કાર્યરત છે. સ્વયંસેવકો ક્રિસ ટાયરિલ અને એલેનોર એટેકે આ બાઇબલ શોધી અને તેને મૂલ્યવાન હોવાની શંકા વ્યક્ત કરી.
પ્રથમ તેની કિંમત 600-800 પાઉન્ડ અંદાજવામાં આવી હતી, પણ હરાજી દરમિયાન તે સીધી 56,000 પાઉન્ડ (લગભગ 62 લાખ રૂપિયા) સુધી પહોંચી ગઈ.
દુકાનના મેનેજર નિક રીવ્સ જણાવે છે કે, તેઓ હરાજી જોઈ રહ્યા હતા અને કિંમત સતત વધતી જ રહી. આખરે જ્યારે આટલી મોટી રકમ મળી, ત્યારે તેઓ મૌન રહી ગયા. આ રકમ હવે ગરીબોની મદદ માટે વપરાશે, જે એક આશ્ચર્યજનક અને હૃદયસ્પર્શી ઘટના બની.