Stubborn Owners & Unique Homes: જિદ્દી માલિકો અને અનોખાં ઘરો, જ્યારે ઘરની જીદ સામે સરકાર પણ હારી ગઈ!
Stubborn Owners & Unique Homes: ક્યારેક ઘરના માલિકોની જીદ એવી હોય કે તેમના ઘરો આજુબાજુની દુનિયાથી અલગ દેખાય. આવી જ કેટલીક અનોખી ઇમારતો વિશ્વભરમાં જોવા મળે છે.
ટ્રમ્પ હાઉસ: ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ટાવર પાસેનું એક ઘર ખરીદવાનો ઘણો પ્રયાસ કર્યો, કરોડો રૂપિયાની ઓફર કરી, છતાં માલિકે વેચવાનું સ્વીકાર્યું નહીં.
હાઇવેની વચ્ચે ઘર: ચીનના ગુઆંગડોંગમાં હાઇવેની વચ્ચે એક ઘર છે. માલિકે ઘર વેચવાનું નક્કી ન કર્યું, એટલે હાઇવે તેની આસપાસ બનાવી દેવામાં આવ્યો. ચીનમાં આવા ઘરોને “નેલ હાઉસ” કહેવામાં આવે છે.
મોલની વચ્ચે ઘર: સિએટલમાં એક મોલની ત્રણ બાજુ એક નાનકડું ઘર છે. માલિક એડિથ મેસફિલ્ડે ઘર તોડવાની ના પાડી, તેથી મોલ તેના આસપાસ જ બાંધવામાં આવ્યો .
સેન્ડવીચ હાઉસ: ન્યૂયોર્કની મેરી કૂકે પોતાનું ઘર તોડી પાડવાનો ઇનકાર કર્યો, પરિણામે આજે તેનું ઘર બે ઊંચી ઇમારતોની વચ્ચે ફસાયેલું છે.
ઝૂંપડું Vs. રસ્તો: ચીનમાં એક રસ્તાની વચ્ચે એક ઝૂંપડું જોવા મળે છે. માલિકે સરકારી વળતર અને નવી ઈમારત લેવા ઈનકાર કર્યો, અને આજે પણ તે રસ્તાની વચ્ચે જ છે.
પાંચ માળનું ઘર: ચીનમાં એક રસ્તાની વચ્ચે એક પાંચ માળનું ઘર ઊભું છે. માલિકે બધાં પ્રયાસો સામે ટકકર આપી, તેથી રસ્તો ઘરની બંને બાજુથી પસાર થાય છે.
ફ્લાયઓવર નીચે ઘર: હંગેરીમાં એક ઘરના માલિકે ઘર ન છોડ્યું, જેથી તેના પર સીધો ફ્લાયઓવર બનાવી દેવામાં આવ્યો.
આ ઘટનાઓ દર્શાવે છે કે ઘરના માલિકો કેટલા જિદ્દી હોઈ શકે!