સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સને લોગ ઇન કરવામાં પડી રહી છે મુશ્કેલી

0
30

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ સવારથી ડાઉન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વભરના યુઝર્સને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ ક્રેશ થવાની કે ડાઉન થવાની ઘટનાઓને ટ્રૅક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, આજે સવારથી જ યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા છે. અહેવાલો અનુસાર, વપરાશકર્તાઓને સવારે 7 વાગ્યાની આસપાસ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો લગભગ 50 ટકા વપરાશકર્તાઓએ સર્વર કનેક્શન સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી, જ્યારે 20 ટકા લોકોએ લોગિન સમસ્યાઓની જાણ કરી હતી. ઈન્સ્ટાગ્રામમાં આ સમસ્યા બાદ યુઝર્સ ટ્વિટર પર તેની પુષ્ટિ કરી રહ્યા છે.

ઘણા લોકો તેનાથી સંબંધિત મીમ્સ શેર કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ટ્વિટર પર તેના વિશે પોસ્ટ કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટર નોંધે છે કે યુકેમાંથી 2000 થી વધુ અહેવાલો આવ્યા છે. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાના એક-એક હજારથી વધુ લોકોએ આ અંગે પોતાની ફરિયાદ નોંધાવી છે. જો કે, ઇન્સ્ટાગ્રામ દ્વારા હજુ સુધી આ માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી. ભૂતકાળમાં, જ્યારે નવેમ્બર અને સપ્ટેમ્બરમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન હતું, ત્યારે તેની જાણ Instagram.com દ્વારા કરવામાં આવી હતી અને સમસ્યાનું સમાધાન થયા પછી ટ્વિટર દ્વારા જાણ કરવામાં આવી હતી. દરમિયાન ઈન્સ્ટાગ્રામે કેટલાક અન્ય ફીચર્સ પણ લોન્ચ કર્યા છે. હવે યુઝર્સ કંટ્રોલ કરી શકશે કે તેઓ કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગે છે અને જે કન્ટેન્ટ તેમના ઉપયોગનું નથી, તેઓ તેને સરળતાથી ટાળી શકશે. Instagram હવે યુઝર્સને તેની સંબંધિત સામગ્રી બતાવશે નહીં. પરંતુ જોવાનું રહેશે કે યુવાનો આ નવી સુવિધાનો કેવી રીતે લાભ લઈ શકે છે