ડ્રગ્સ મુદ્દે રાજકારણ કરનારા તમામ વ્યકિત દેશના દુશ્મન :હર્ષ સંઘવી

0
63

આંતરરાષ્ટ્રીય સ્તરેથી કેટલાક ડ્રગ્સ માફિયાઓ ભારતના જુદા જુદા રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડી નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે દેશમાં પંજાબ, મહારાષ્ટ્ર બાદ હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતને ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને કન્સાઇમેન્ટની આડમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. જેને લઇ તમામ સુરક્ષા એજન્સી સતર્ક જોવા મળી રહી છે અને આફઘાનિસ્તાન, પાકિસ્તાનના દેશોમાંથી ડ્રગ્સ માફિયાઓ ભારતમાં નેટવર્ક બનાવી પેડલરોને સપ્લાય કરી રહ્યા છે ગુજરાતમા ડ્રગ્સના દૂષણને ડામવા ગૃહવિભાગે કમરકસી છે અને અવાર-નવાર ગુજરાતના દરિયાકિનારાથી ડ્ર્ગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, એ ટી એસ, સહિતની ટીમો હાલ ડ્રગ્સ નાબુદ અભિયાનમાં જોડાઇ છે અને કડકહાથે કામગીરી કરી રહી છે.

ગુજરાતમા ડ્રગ્સ પકડવાના મુદ્દે રાહુલગાંધીએ કરેલા ટ્વીટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કર્યો હતો હર્ષસંઘવીએ જણાવ્યુ હતું કે ડ્રગ્સ પકડાય છે અને પકડવામાં આવે છે તેના વચ્ચે રહેલો ફરક દેશ ચાલવાનું સપનું જોતા નહી સમજતા ગુજરાત પોલીસે પાકિસ્તાનના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી લાખો યુવાનોને બચાવ્યો છે પોલીસે 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડીને યુવાનોને બચાવ્યો છે

હર્ષસંઘવીએ પોતાના નિવેદનમાં રાહુલગાંધીના નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા ડ્રગ્સ મુદ્દે રાજનિતી કરનારા તમામ વ્યકિતને દેશનું દુશ્મન ગણાવ્યુ હતુ અને ડ્રગ્સ વિરુદ્રની લડાઇને સમાજિક દુષણ ગણાવ્યુ હતુ જેમાં સત્તાપક્ષ અને વિપક્ષને સાથે મળીને લડત આપવા અપીલ કરી હતી