AMCએ કોમ્પયુનિટી હોલને કોન્ટટ્રેકટ સિસ્ટમ પર આપવાનું કર્યુ નિર્ણય વિપક્ષ કર્યા સનસનીખેજ આરોપ

0
36

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના હસ્તક તમામ કોમ્યુનિટી હોલને ટેન્ડર પર આપવાની જાહેરાત કરી છે એક તરફ મોઘવારી માઝા મૂકી રહી છે ખાનગી પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલના ભાવ અસમાને છે જેને લઇ ગરીબ તેમજ મધ્યમ વર્ગ કોર્પોરેશન હસ્તક આવેલા કોમ્યુનિટી હોલમાં પોતાના સંતાનોના લગ્ન કરતા હોય છે પરંતુ હવે આ લગ્ન મોઘા બનશે કેમકે કોર્પોરેશનને આગામી દિવસોમાં કોમ્પયુનિટી હોલને ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત ખાનગી સંસ્થાઓને સોંપાવાની તૈયારી હાથ ધરી છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તઘલખી નિર્ણયને લઇ ખાનગી પાર્ટી પ્લોટ બાદ હવે કોર્પોરેશન હસ્તક આવેલા કોમ્યુનિટી હોલ પણ ખાનગીકરણ કરવાની પ્રક્રિયા હાથધરી છે જેને લઇ સામાન્ય જનતામાં આ નિર્ણયનું વિરોધ જોવા મળી રહ્યો છે જેમા ખાનગી સંસ્થાઓને ઘી કેળા અને જનતા ખિસ્સા પર ભારણ વધે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે કોર્પોરેશન કોમ્યુનિટી હોલ પણ ટેન્ડર પ્રક્રિયા પર રાખી કોન્ટ્કટરો માટે કમાણી સાધન બનાવ્યુ છે
અમદાવાદની જનતાને ડર એ સતાવી રહ્યો છે કે થોડાક દિવસ ખાનગી સંચાલન AMC ની કહ્યા પ્રમાણે પહેલા ભાવ નક્કી કરશે પછી થોડાક સમય બાદ મનફાવે તેમ પોતના ભાવ વસૂલશે AMCના નિર્ણયને લઇ સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે જોવા મળી રહ્યો છે કોર્પોરેશન જનતા પાસેથી ટેકસ નામે કરોડો રૂપિયા વસૂલે છે પણ હવે ખાનગીકરણ કરતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ અંગે અમદાવાદ શહેર મેયર કિરીટ પરમારે જણાવ્યુ હતુ કે કોમ્યુનિટી હોલ ખાનગી સંચાલનમાં આપીશું એ લોક હિત માટે છે જેનાથી હોલની સાર સંભાળ જાળવશે નિતી નિયમો મુજબ હોલના ભાડા નક્કી કરાશે તો બીજી તરફ વિરોધ પક્ષ નેતા શહેઝાદખાને આ નિર્ણયનો વિરોધ કરી કોન્ટ્રકટરોને લાભ કરાવવા કમાણી કરાવવા માટે આ પ્રક્રિય હાથધરી છે તેવા આરોપો લગાવ્યા છે