તાલીમ દરમિયાન કાબુલમાં અમેરિકન બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત

0
84

યુએસ નિર્મિત બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થતાં ઓછામાં ઓછા ત્રણ અફઘાન ક્રૂ મેમ્બર માર્યા ગયા હતા. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી છે.

રાજધાની કાબુલમાં અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળ તાલીમ સત્ર દરમિયાન સર્જાયેલા આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા, એમ નિવેદનમાં જણાવાયું છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખોરાઝમીએ જણાવ્યું હતું કે એક અમેરિકન બ્લેક હોક હેલિકોપ્ટર, જે તાલીમમાં હતું, નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના કેમ્પસમાં તકનીકી સમસ્યાને કારણે ક્રેશ થયું હતું. લગભગ એક વર્ષ પહેલા, તાલિબાને દેશ પર કબજો કર્યા પછી કેટલાક અમેરિકી વિમાનો પર નિયંત્રણ મેળવ્યું હતું. જો કે કેટલા એરક્રાફ્ટ સારા છે તે સ્પષ્ટ નથી.