મુંબઈ : અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમના જીવન સાથે જોડાયેલી એક સુવર્ણ મેમરી શેર કરી છે. આ મેમરી અભિષેક બચ્ચનના પ્રથમ ઓટોગ્રાફ સાથે સંકળાયેલી છે, જે તેમણે 1900 ના દાયકામાં આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર આ યાદગાર પળને શેર કરતાં અમિતાભે એક કેપ્શન પણ લખ્યું છે જે કંઇક આ રીતે લખ્યું છે – “તાશકંદ, સોવિયત સંઘ … 1900 … જ્યાં અભિષેકે તેનો પહેલી વાર ઓટોગ્રાફ આપ્યો હતો”.
અભિષેકે પહેલો ઓટોગ્રાફ સાઇન કર્યો ત્યારનો ફોટા શેર કરતા અમિતાભ બચ્ચન જૂના દિવસોને યાદ કરે છે
આ તસવીરમાં અભિષેક બચ્ચન અમિતાભની ખોળામાં બેઠા જોઈ શકાય છે, આ તસવીર બિગ બીની તાશકંદ મુલાકાતની છે. તમને જણાવી દઇએ કે એક દિવસ પહેલા જ અભિષેકની ફિલ્મ ‘ગુરુ’ ના 14 વર્ષ પૂરા થયા પછી પણ બિગ બીએ તેની પ્રશંસા કરી હતી.
આ પહેલા મંગળવારે અભિનેતા અનુપમ ખેરે અમિતાભ બચ્ચનને તેમની પુસ્તક ‘યોર બેસ્ટ ડે ઇઝ ટુડે’ ની એક નકલ મોકલી હતી. અનુપમે તેની માહિતી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી અને અમિતાભ સાથે તેની તસવીર પણ શેર કરી હતી. જણાવી દઈએ કે આ તસવીર કેબીસીના સેટ પર લેવામાં આવી હતી.