રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડનાર અમદાવાદના માસ્ટર માઈન્ડની ધરપકડ

0
327

સત્ય ડે ન્યુઝ દ્વારા થોડાક દિવસો અગાઉ આ ડ્રગ્સ ડીલર અને તેના પરિવાર વિશે સમાચાર પ્રસારીત કર્યા હતા

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓએ સમગ્ર અમદાવાદમાં પોતાના ડ્રગ્સનો કારોબાર કેવી રીતે અનેં કોણ કોણ એમડી ડ્રગ્સ વેચી રહ્યો છે તેનું એક ખાસ એહવાલ સત્ય ડે ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર અમદાવાદમાંથી ડ્રગ્સ ડિલરોને શોધી શોધી ઝડપી પાડ્યા હતા.ત્યારે આજે અમદાવાદના બાપુનગરનો ડ્રગ્સનો હોલસેલર અને એમડી ડ્રગ્સનો માફિયા જૈનઉદ્દીનને 50 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે લુણાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે.. આ ડ્રગ્સ ડીલર રાજસ્થાનથી ડ્રગ્સ લઈને મહીસાગર થઈ અમદાવાદ આવતો હતો.

અમદાવાદની બાપુનગર મહિલા ડ્રગ્સ માફિયા કાયનાતનો પિતા અને ફમમોનો પતિ જાનું ઠુઠો ૫૦ લાખના MD ડ્રગ્સ સાથે લુણાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પૂછપરછ કરતા તે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે..

અમદાવાદમાં ગોમતીપુર બાપુનગર રખીયાલ માં MD ડ્રગ્સનો સામ્રાજ્ય ચલાવતી મહિલા સિન્ડિકેટની મુખ્ય ફરજાના ઉર્ફે ફમોનો પતિ અને કાયનાતનો પિતા ,મજોનો જીજા જેનુલ અબેદિંન ઉર્ફે જાનુ ઠુંઠો 50 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે લુણાવાડા પોલીસે ઝડપી પાડયો છે.

જાનુ ઠુઠો, ફરજાના ફમો,કાયનાત,મજ્જો,સિતારા બાપુનગર રખીયાલ અને ગોમતીપુર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી MD ડ્રગ્સ રોજનું બે થી ત્રણ લાખ રૂપિયા નું વેચાણ કરી રહ્યા છે એવી લોકમુખે ચર્ચા વહેતી હતી.

પરંતુ હવે લુણાવાડા પોલીસના સકંજામાં આવતા હવે સાબિત થઈ ગયું છે.કે તે ઘણા સમયથી અમદાવાદમાં એમડી ડ્રગ્સનો વેપાર કરી રહ્યો હતો પરંતુ બાપુનગર.. ગોમતીપુર કે રખિયાલ પોલીસ આ અંગે કોઈ જાણતી જ ના હતી કે અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ઘુસાવવામાં આવે છે અને વેચવામાં પણ આવે છે.. હવે લુણાવાડા પોલીસે.અમદાવાદના ડ્રગ્સ માફીયાની ધરપકડ બાદ કદાચ આ પોલીસની ઊંઘ ઉડશે ખરા..

અગાઉ પણ આ મહિલા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ પણ સમાચારો પ્રસારિત થયા હતા પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હતી..આ ડ્રગ્સ કવિન બાપુનગર રખિયાલ ગોમતીપુર વિસ્તારમાં 150થી વધારે બાળકોનો ગેંગ બનાવી છે જેમની પાસે ડ્રગ્સની સ્મગલિંગ કરાવે છે.

સ્થાનિક વિસ્તારમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘણીવાર ડ્રગ્સ પકડાઈ છે પરંતુ બાપુનગર પોલીસ આખ આડા કાન કરી લે છે.જાનુ ઠુંઠાની પત્ની ફરજાના ઉર્ફે ફમો કેટલાક પોલીસકર્મીઓએ સાથે પણ સંબંધ ધરાવે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મુક્યા છે.

હાલ ઝડપાયેલા આરોપી ઝાનુ પાસે લુણાવાડા પોલીસ પૂછપરછ કરી રહી છે જે તે રાજસ્થાનથી આટલી મોટી માત્રામાં કોની પાસેથી ડ્રગ્સનો માલ લાવ્યો હતો અને અમદાવાદમાં કોને કોને સપ્લાય કરવાનો હતો. (અમદાવાદ જાવેદ સૈયદ)