અનિલ અંબાણીએ રાફેલ ડીલમાં અમદાવાદની કોર્ટમાં કોના વિરુદ્વ કર્યો 10,000 કરોડનો કેસ, જાણો વધુ

ચર્ચાસ્પદ રાફેલ ફાઈટર જેટ ડીલના અનુસંધાને અમદાવાદની કોર્ટમાં રાફેલ ડીલનું કવરેજ કરવા બદલ એનડી ટીવી વિરુદ્વ 10,000 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. આ અંગે 26મી ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી એનડીટીવી એવી દલીલ કરશે કે બદનક્ષીનો કેસ કરી અનિલ અંબાણીના જૂથ દ્વારા હકીકતોને દબાવી દેવા અને મીડિયાને તેના કામ કરવાથી અટકાવવાના પ્રયાસ કરતાં વધુ કંઈ નથી. એનડી ટીવી સંરક્ષણ સોદા વિશેના પ્રશ્નો પૂછવા અને જાહેર હિતમાં જવાબો રજૂ કરવા માટે રિપોર્ટ ટેલિકાસ્ટ કર્યો હતો.
આ કેસ એનડીટીવીના વીકલી શો “ટ્રુથ વિ હાયપ” સામે કરાયો છે. જેનું 29 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

રિલાયન્સના ટોચના એક્ઝિક્યુટિવ્ઝ દ્વારા ભારત અને ફ્રાન્સમાં જે ચર્ચા કરવામાં આવી હતી તેમાં નીતિ-નિયમોને નેવમ મૂકવાનો આરોપ છે. ધ સોલ્ટ દ્વારા અનિલ અંબાણીની કંપનીને પારદર્શી રીતે ભાગીદારી આપવામાં આવી હતી તથા જે 36 ફાઈટર જેટ ખરીદવાની ડીલ છે તે અંગેનો વિસ્તૃત રિપોર્ટ ટીવી ચેનલે પ્રસારિત કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે આ શો પ્રસારિત થયાના થોડા દિવસો પહેલા, રિલાયન્સની ભૂમિકા અંગે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. એનડીટીવી શો દરમિયાન ધ સોલ્ટના ઇનકાર સહિતની તમામ બાજુઓની છણાવટ કરી હતી. રિલાયન્સને પસંદ કરવા માટે તે કોઈ દબાણ હેઠળ છે કે કેમ તે અંગે સીધી રીતે ડિબેટ કરવામાં આવી હતી. પેનાલિસ્ટ્સે પણ સંતુલિત ચર્ચામાં, રિલાયન્સના વિશાળ દેવાં અને સંરક્ષણ ઉત્પાદનમાં રેકોર્ડ જેવા મુદ્દાઓને તપાસ્યા હતા ભારત માટે ધ સૉલ્ટ યોગ્ય પસંદગી હોવાનું પણ દર્શાવ્યું હતું.

રાફેલ ડીલ ભારત દેશમાં હેડ લાઈન્સ બનતી જઈ રહી છે. જેથી કરીને રિલાયન્સ ગ્રુપ દ્વારા અમદાવાદની કોર્ટમાં 10,000 કરોડનો દાવો માંડી એનડીટીવીને રિપોર્ટ દર્શાવતો રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ચેનલે જણાવ્યું છે. રિલાયન્સ ગ્રુપે મીડિયાને પોતાની ફરજથી દુર રાખવા આવા પ્રકારની વોર્નિંગ આપી છે પરંતુ એનડીટીવી કોર્ટમાં તમામ પ્રકારના પુરાવા અને કેસને લગતી સામાગ્રી રજૂ કરશે. એનડીટીએ કહ્યું કે તટસ્થ અને સ્વતંત્ર પત્રકારત્વની રાહ પર ચાલતા રહીશું અને સત્યને ઉજાગર કરતા રહીશું.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com