અનુષ્કા-વિરાટનો 13 કરોડનો બંગલો ઘણો આલીશાન

0
55

હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે બંનેએ મુંબઈના જુહુમાં એક ફ્લેટ ભાડે લીધો છે. જેનું મહિનાનું ભાડું 2.76 લાખ રૂપિયા આસપાસ છે. તે જ સમયે, મુંબઈના અલીબાગમાં બંનેનું ઘર તૈયાર થઈ રહ્યું છે. વિરાટ અને અનુષ્કાના આ ઘરની તસવીરો પણ સામે આવી છે. તસવીરો પરથી ઘર ખૂબ જ વૈભવી લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરને રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને ડિઝાઇન કર્યું છે.

અનુષ્કા અને વિરાટનો અલીબાગમાં આવેલો બંગલો ખૂબ જ સુંદર છે. વિરાટે પોતાના બંગલાની થીમ સફેદ રાખી છે. ઘરની લિવિંગ અને સિટિંગ એરિયા ખૂબ જ સુંદર છે. ઊંચી છત આ સુંદર ઘરની ભવ્યતામાં વધારો કરી રહી છે. ચારેય ખૂણેથી સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે તેવી વ્યવસ્થા પણ છે.


વિરાટ અને અનુષ્કાનું ઘર એકદમ હવાદાર છે. આ ઉપરાંત બાલ્કનીમાં સીટીંગ એરિયા પણ બનાવવામાં આવી છે અને નજીકમાં અનેક વૃક્ષો અને છોડ પણ વાવવામાં આવ્યા છે. ડાઇનિંગ એરિયા પણ સારી રીતે વેન્ટિલેટેડ છે. ત્યાં કાચના દરવાજા છે જે બગીચાના વિસ્તાર તરફ ખુલે છે. ઘરને અંદરથી ખૂબ જ આધુનિક ટચ આપવામાં આવ્યો છે. ઘરની અંદર અને બહાર ઘણી બધી હરિયાળી છે.

બંગલાની બહારના વિસ્તારમાં મોટા સોફા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને વધુ આકર્ષક બનાવવા માટે રંગબેરંગી ફૂલો પણ લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર તેને ખરીદ્યું હતું. ત્યારથી આ ઘરની સજાવટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.