જમ્મુકાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે સર્જાઇ અથડામણ સમ્રગ વિસ્તારમાં સેનાએ હાથધર્યુ સર્ચ ઓપરેશન

0
49

જમ્મુકાશમીરમાં અવાર-નવાર આંતકીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે ઘર્ષણની ઘટના બનતી હોય છે ત્યારે શુક્રવારે વધુ એકવાર શુક્રવારે કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના રેડવાની વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ચારેબાજુથી ઘેરી લીધા છે. હાલમાં એ જાણી શકાયું નથી કે અહીં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે. બંને તરફથી સામે -સામે ગોળીબાર થઈ રહ્યો છે.આ પહેલા ગુરુવારે પુલવામામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મજૂરનું મોત થયું હતું. બે મજૂરો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ બિહારના મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. સુરક્ષા દળો (પોલીસ, આર્મી અને સીઆરપીએફ)ની સંયુક્ત ટીમે પણ હુમલાખોરોની શોધમાં ઓપરેશન શરૂ કર્યું હતું.


આ પહેલા ગુરુવારે ઉત્તર કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે. તેમને સુરક્ષા દળો પર હુમલો કરવાનું અને સ્થાનિક લોકોને નિશાન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસ, 21 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFની 92 બટાલિયન ગુરુવારે હંદવાડામાં ફ્રૂટ મંડી ક્રોસિંગ પર નાકા લગાવીને વાહનોની તપાસ કરી રહી હતી.

આ દરમિયાન સુરક્ષાદળોને જોઈને ત્રણ શકમંદોએ ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ જવાનોએ દોડીને તેમને પકડી લીધા હતા. તલાશી લેવા પર તેમની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, સાત રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમને હંદવાડામાં આતંકવાદી હુમલાઓ કરવા, લોકોને નુકસાન પહોંચાડવા અને વિસ્તારમાં શાંતિને ખલેલ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમયસર ઝડપી કાર્યવાહી કરીને આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી