અરવિંદ કેજરીવાલએ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં યોજ્યો ભવ્ય રોડ શો

0
38

આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર થોડા જ દિવસો બાકી રહી ગયા છે અને આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. આજે ગુજરાતમાં જે પરિવર્તનની હવા વહી રહી છે તેનો સૌથી મોટો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાતની જાગૃત જનતાને જાય છે. આમ આદમી પાર્ટી અવારનવાર યાત્રા, ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન કેમ્પેન, પદયાત્રા અને રોડ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જનતાની વચ્ચે જઈ રહી છે. આ કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી તમામ લોકો મહેનત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અરવિંદ કેજરીવાલજી ગુજરાતના વિવિધ શહેરોમાં મોટા-મોટા રોડ શો કરી રહ્યા છે અને આજે પણ અરવિંદ કેજરીવાલજીએ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

અરવિંદ કેજરીવાલજીનાં દરેક રોડ શોમાં હજારો લોકોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના રોડ શોમાં હજારો લોકોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતની જનતાને એ ખ્યાલ આવી ગયો છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જ ગુજરાતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે અને આ જ કારણે અરવિંદ કેજરીવાલજીના દરેક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે.

જો અમારી સરકાર બનશે તો હું તમારા ભાઈ તરીકે તમારા પરિવારની જવાબદારી લઈશઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.

અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું પરંતુ એક પણ પૈસો હું નથી કમાયો: અરવિંદ કેજરીવાલ

 

અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું પરંતુ એક પણ પૈસો હું નથી કમાયો. એટલા માટે મને તમારો સહકાર જોઈએ છે. આજ સુધી તમે કોઈ મુખ્યમંત્રીને આ રીતે રસ્તા પર પરસેવો પાડતા નહીં જોયા હોય. હું ગુજરાતની ગલી-ગલી, રોડ-રસ્તા પર જઈ રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું. તમારે બધાએ એક કામ કરવાનું છે, મારા ગયા પછી તમારું વોટ્સએપ ઓપન કરજો અને જેટલા પણ લોકો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય એમને એક મેસેજ કરજો કે, “હું આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપવાનો છું અને તમે બધા પણ મારી સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપો.” હું ઈચ્છું છું કે તમે અમારા ઉમેદવારોને સૌથી વઘારે માર્જિનથી જીતાડો. EVM મશીન પર ઝાડુનું જે બટન હોય એ એટલી વાર દબાવજો કે બટન ખરાબ થઈ જાય.

અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું : અરવિંદ કેજરીવાલ

તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 1000000 સરકારી નોકરીની વ્યવસ્થા કરશે.

તમારા બાળકોને સારું ભવિષ્ય આપીશ: અરવિંદ કેજરીવાલ

તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્હીમાં જજ અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. હું તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવીશ.

₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 5,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત: અરવિંદ કેજરીવાલ

તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશું. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ તમારો દીકરો છે, હું બધો ખર્ચ ઉઠાવીશ. જો ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 5,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત.

મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ

મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.

જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી, તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરેઃ અરવિંદ કેજરીવાલ

27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદરા શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.