અરવિંદ કેજરીવાલજી એક વિશ્વાસનું પ્રતીક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી રહ્યા છે: ઈસુદાન ગઢવી

0
32

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જનતા અરવિંદ કેજરીવાલજીની ગેરંટી ઉપર ખૂબ વિશ્વાસ અને આશા રાખી રહી છે. વર્ષો સુધી ભાજપને મત આપ્યા પછી ગુજરાતની જનતા હવે છેતરાયેલી લાગણી અનુભવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલજી એક વિશ્વાસનું પ્રતીક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી રહ્યા છે. આ સિવાય ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતને કેટલીક ગેરંટીઓ આપવામાં આવી છે.300 યુનિટ મફત વીજળી, શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને મફત શિક્ષણ, મોહલ્લા ક્લિનિક બનાવવાની, દરેક સરકારી દવાખાના સારા કરવાની અને મફત આરોગ્ય સેવાઓ આપવાની, શહીદ સૈનિકોને એક કરોડની સન્માન રાશિ આપવાની, મહિલાઓને પણ દર મહિને ₹1,000 સન્માન રાશિ આપવાની ગેરંટીઓ અરવિંદ કેજરીવાલજીએ આપી છે. આ ગેરંટીઓને લઈને ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેન્કના ડાયરેક્ટર અને લાલપુર જામજોધપુર પંથકના લડાયક નેતા હેમંતભાઈ ખવા અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઇને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હેમંતભાઈ ખવા, આમ આદમી પાર્ટીના CM ચહેરા ઈસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

હેમંતભાઈ ખવાની સાથે સાથે 4 તાલુકા પંચાયતના સદસ્ય, 3 APMCના ડાયરેક્ટર, 3 તાલુકા સંઘના ડાયરેક્ટ, 30થી પણ વધારે સરપંચો, 8 પૂર્વ તાલુકો પંચાયતના સદસ્યો સાથે દરેક સમાજના 18 વર્ણના આગેવાનો ઈસુદાન ગઢવીના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો જનકલ્યાણના કાર્યોમાં સમાજસેવકો પોતાનું યોગદાન આપવા માંગે છે. જે કામો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યા છે તેને જોતા આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ પર વધુ વિશ્વાસ આવી રહ્યો છે. લોકો સમજી ગયા છે કે સત્તા બદલવી અને સુશાસન સ્થાપિત કરવું એ એમના જ હાથમાં છે. તેઓ જનતા માટે કામ કરનારી પાર્ટીને મત આપીને ગુજરાતના સકારાત્મક પરિવર્તનમાં પોતાનું યોગદાન આપી શકે છે. આવનારી ચૂંટણી ગુજરાત માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતમાં એક ઐતિહાસિક બદલાવ લાવશે