AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપી જાણકારી

0
63

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવાો જોવા મળી રહ્યો છે. ચૂંટણીટાણે ઉમેદવારોની પસંદગીથી લઇ બુથ મેનજમેન્ટ સુધી તમામ પાર્ટીઓ તડામાર તૈયારી જોતરાઇ ગઇ છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી 150થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી ચુકી છે જોકે કોંગ્રેસ અને ભાજપ તરફથી હજું પણ ઉમેદવારોને લઇ ભારે મથામણ ચાલી રહી છે. તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ચૂંટણી મેદાનમાં ઝંપાલાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડવાના છે તે અંગેની જાણકારી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટના માધ્યમથી આં અંગે જાણકારી પૂરી પાડી છે

ગોપાલ ઇટાલિયા 33 વર્ષની ઉમંર ધરાવે છે અને કોઇ રાજ્કીય પાર્ટી સૌથી યુવા પ્રદેશ પ્રમુખ છે તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. અને તેઓ ગુજરાત પોલીસ પણ ફરજ બજાવી ચુક્યા છે. સ્વાભાવિક છે કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ પ્રભુત્વ ધરાવે છે આ બેઠકથી તેઓ ચૂંટણી લડતા ખૂબ નિર્ણાયક માનવામાં આવી રહી છે