વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. જેને લઇ ચૂંટણીને જોતા તમામ રાજ્કીયપક્ષોએ કમરકસી છે. આ વખતે ભાજપ 150 પ્લસ બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ કોંગ્રેસ પણ 125 પ્લસ બેઠકોને અંકે કરવાના નેમ સાથે મેદાનમાં ઉતરી છે ચૂંટણી ટાણે એક બાદ એક કાર્યક્રમો આપી જનતાને પોતાની તરફેણ કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
કોંગ્રેસના ત્રણ કાર્યકારી પ્રમુખ યાત્રા યોજશે જેમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા , ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર યાત્રા યોજશે લલિત કગથરા રાજકોટથી કાગવડ સુધી ઋત્વિજ મકવાણા ચોટીલાથી કાગવડ સુધી અને અમરીશ ડેર રાજુલાથી કાગવડસુધી યાત્રા યોજશે તેમજ 28 સપ્ટેમ્બર સુધી તમામ સમાજને સાથે રાખી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ શક્તિપ્રદર્શન ભાગરૂપે કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ ચાલો કોંગ્રેસના સૂત્રો સાથે યાત્રા કરવામાં આવશે અને જંગી જનસભાઓ પણ સંબોધશે