અમદાવાદના દાણીલીમડા વિસ્તારમા સમાજિક કાર્યકરો દ્રારા આષ્યુમાનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
71

અમદાવાદના બહેરામપુરા, જમાલપુર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં અવાર-નવાર સમાજિક કાર્યકરો , સમાજિક સંસ્થાઓ દ્રારા આવર -નવાર જનતા માટે રક્તદાન કેમ્પ, ચૂંટણીકાર્ડ કેમ્પ, આયુષ્માનકાર્ડ કેમ્પ સહિતના કેમ્પ થકી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને નિ: શુલ્ક રીતે સરકાર દ્રારા બહાર પાડવામાં આવતી યોજનાઓને અને તેમને મળવાપાત્ર લાભો તેમના સુધી મળી રહે તે માટે તેમજ અશિક્ષિત લોકોને સેવાનું લાભ મળી રહે તે માટે જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે

રે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા 07 જીશાન મોબાઈલ, દિલ્હી હોટલની બાજુમાં, આર. એમ. પાન પાર્લર, બેરલ માર્કેટ પાસે હેલ્પ 50 ગ્રુપ અને સમાજિક કાર્યકર હનીફ સોડાવાલ, શાહનાવાઝ ભાઇ સહિતના લોકો દ્રારા અને અબાબીલ સહયોગથી આયુષ્માનકાર્ડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ

જેમાં ગરીબ લોકોને આરોગ્યલક્ષી સેવાઓનું લાભ મળી રહે તે હેતુથી આ કેમ્પ લગાવામાં આવ્યુ હતું જેમાં 35 થી વધુ આયુષ્માન કાર્ડ અને 22 જેટલા આવક ના દાખલા ના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા તેમજ સામજિક કાર્યકર અને સંસ્થાઓ દ્રારા આ કેમ્પ સફળ બનાવામાં આવ્યું હતું