પહેલી નજર માંજ કોમલ પર દિલ હારી બેઠા હતા રફ્તાર:હવે લગ્નઃના છ વર્ષ પછી લઇ રહીયા છે તલાક

0
103

પ્રખ્યાત રેપર રફ્તાર ઉર્ફે દિલીન નાયર અને તેની પત્ની કોમલના લગ્નના છ વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા છે. બંને લાંબા સમયથી અલગ રહે છે અને હવે સત્તાવાર રીતે અલગ થવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, બંનેએ 2020માં જ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેઓ છૂટાછેડા લઈ શક્યા ન હતા.

લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે પરેશાનીઓ શરૂ થઈ ગઈ હતી. હવે બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે અને છૂટાછેડા લઈ રહ્યા છે. સૂત્રએ જણાવ્યું કે કોરોના મહામારીને કારણે તેમના છૂટાછેડા મોકૂફ રાખવામાં આવ્યા હતા. હવે બંને 6 ઓક્ટોબર, 2022ના રોજ છૂટાછેડા લેવા માટે પેપર પર સહી કરશે. તેના તમામ નજીકના મિત્રો આ વાત જાણે છે.

રફ્તાર અને કોમલે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને 2011 માં એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા અને પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડ્યા હતા. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2016 માં લગ્ન કર્યા. લગ્નના છ વર્ષ બાદ હવે બંને અલગ થઈ રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે અને લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. કોમલ એક્ટર કરણ અને કુણાલ બોહરાની બહેન છે.

રફ્તારે તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. આ સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. તે જ સમયે, તેણે ‘રોડીઝ’ અને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની સીઝન 7માં ગેંગ લીડરની ભૂમિકા પણ ભજવી છે. રફ્તારે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો.