રાજકોટ ખાતે કોંગ્રેસ દ્રારા જીપમાં સ્ટ્રોંગરૂમ બહાર CCTV ગોઠવ્યા

0
64

ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયો હતો પરંતુ  વિધાનસભાની ગત ચૂંટણી કરતા આ વખતે  મતદાનને લઇ ખૂબ જ નિરસતા અને ઉદાસીનતા જોવા મળી હતી જો કે ઓછું મતદાન  કોને નડશે અને કોને ફળશે તે તો હવે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે જોકે ચૂંટણીમાં મૂકવામાં આવેલા EVM સ્ટ્રોંગ રૂમમાં જુદા જુદા જિલ્લાઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પહેરો નાખીને બેઠા છે.

 

 

કોઇપણ EVMમાં ગેરરિતી કે છેડખાની ન થાય તે માટે બંને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો અલગ અલગ હતકાંડાઓ અપનાવી રહ્યા છે અને ધામ નાખી બેઠા છે  રાજકોટ ખાતે કોંગ્રેસ દ્રારા જીપમાં સ્ટ્રોંગરૂમ બહાર CCTV ગોઠવ્યા છે તેમજ રાત- દિવસ જયાં સ્ટ્રોગરૂમ છે ત્યા કાર્યકરો ઉજાગરા કરી બાજનજર રાખી રહ્યા છે સાથો સાથે પાર્ટીના કાર્યકરો પણ જયા સુધી મતદાનના પરિણામ જાહેર ન થઇ જાય ત્યા સુધી ઉજાગરા કરી ચાંપતી નજર રાખીને બેઠા છે અને આવા દશ્ય સવારે વલસાડથી પણ સામે આવ્યા હતા જયાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો સ્ટ્રોગરૂમ બહાર પેહરો નાંખીને બેઠા હતા