સ્પેનના એક ચર્ચમાં તીક્ષ્ણ હથિયારો વડે લોકો પર હુમલો, એકનું મોત; હુમલાખોરની ધરપકડ

0
65

સ્પેનના કેડિઝ પ્રાંતના અલ્જેસિરસ શહેરમાં છરીના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તે સ્પેનની નેશનલ પોલીસની કસ્ટડીમાં છે.

મંત્રાલયનું કહેવું છે કે સાન ઇસિડ્રોના ચર્ચની બહાર વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય લોકો ચર્ચની અંદર ઘાયલ થયા હતા. અગાઉ મંત્રાલયે કહ્યું હતું કે હુમલો સાન લોરેન્ઝો ચર્ચમાં થયો હતો. જો કે, મંત્રાલયે શંકાસ્પદની ઓળખ કરી નથી.

મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલો સાન ઇસિડ્રો ચર્ચની અંદર શરૂ થયો હતો, જ્યાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મંત્રાલયે કહ્યું કે હુમલાખોરે પછી ચર્ચની બહાર એક વ્યક્તિને ચાકુ મારીને હત્યા કરી દીધી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે હુમલામાં ઓછામાં ઓછા ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.

સ્પેનની રાષ્ટ્રીય અદાલતે જણાવ્યું હતું કે એક ન્યાયાધીશે હુમલા અંગે આતંકવાદના સંભવિત કૃત્યની તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હાલમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પોલીસે ઘટના સમયે વપરાયેલ હથિયાર અથવા હુમલાખોરના સંભવિત હેતુ વિશે કોઈ વધુ વિગતો આપી નથી.

સ્પેનના એપિસ્કોપલ કોન્ફરન્સના જનરલ સેક્રેટરી ફ્રાન્સિસ્કો ગાર્સિયાએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં તે પીડિત પરિવારોની સાથે છે અને તેમના માટે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અલ્જેસિરસ શહેર સ્પેનના દક્ષિણ છેડે આવેલું છે. તે મહત્વનું બંદર છે.