આધાર કાર્ડ યુઝર્સ ધ્યાન આપજો: આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર ફ્રોડનો શિકાર થઈ જશો

0
80

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આધાર કાર્ડનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આજકાલ તેનો ઉપયોગ બાળકો સ્કૂલ, કોલેજમાં એડમિ્શન માટે, ટ્રાવેલિંગ, બેંક અકાઉન્ટ , શોપિંગ, સિમ કાર્ડ લેવા , ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા જેવા ઘણા કામોમાં થાય છે. આધાર કાર્ડ સરકારી સંસ્થા UIDAI દ્વારા જાહેર કરવામાં આવશે. દેશના દરેક વયસ્ક વ્યક્તિ પાસે અત્યંત જરુર ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં 12 નંબરનો યૂનિક અંક આવે છે.

આ નંબરનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે, પરંતુ તાજેતરના સમયમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે આ 12 અંકો આધારના નથી. આવી સ્થિતિમાં UIDAIએ લોકોને ચેતવણી આપી છે કે દરેક 12 નંબર આધાર નંબર નથી. ઘણી વખત લોકો ખોટો આધાર નંબર નાખે છે અને તેના કારણે અનેક પ્રકારની છેતરપિંડી પણ થાય છે. UIDAIએ આવી છેતરપિંડીથી બચવા માટે સરળ સ્ટેપ આપ્યા છે.

આવો જાણીએ…આધારે ટ્વિટ કરીને માહિતી આપીઆધારએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે દરેક 12 અંક આધાર નંબર નથી. આધારને ID પ્રૂફ તરીકે સ્વીકારતા પહેલા તેની ચકાસણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે, તમે પછીથી કોઈપણ પ્રકારની છેતરપિંડીનો ભોગ નહીં બનો. તેને ચકાસવા માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.આ રીતે આધાર નંબર ચેક કરો

આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in ની મુલાકાત લો.
આ પછી My Aadhaar પર ક્લિક કરો.
આગળ Aadhaar Servicesપસંદ કરો.
આ પછી તમે Verify In Aadhaar Number વિકલ્પ પસંદ કરો.
આગળ તમારે આધાર નંબર દાખલ કરવો પડશે અને આગળ કેપ્ચા ભરવો પડશે.
આ પછી Submit પર ક્લિક કરો.
જો તમારો આધાર નંબર સાચો છે, તો તેની માહિતી સ્ક્રીન પર દેખાવા લાગશે. ખોટા આધાર નંબર પર Error બતાવશે.