15 C
Ahmedabad
Sunday, January 23, 2022

અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કરશે

Must read

અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ બેઇજિંગમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિક 2022નો રાજદ્વારી બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં “માનવ અધિકારોના હનન”ના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, તે ઉપરાંત “અન્ય ઘણા મુદ્દાઓ પણ આ નિર્ણય લેવા પાછળ કારણભૂત છે, જે પાછલા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા ઉઠાવી રહ્યું છે.”

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઈવેન્ટમાં ખેલાડીઓ ભાગ લેશે.

સોમવારે રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસે સૌપ્રથમ કહ્યું હતું કે ચીનમાં માનવાધિકાર ઉલ્લંઘનની ચિંતાઓને કારણે ગેમ્સમાં યુએસનું કોઈ સત્તાવાર પ્રતિનિધિમંડળ સામેલ થશે નહીં.

યુએસએ કહ્યું, “આ રમતોમાં યુએસ રાજદ્વારી અથવા સત્તાવાર પ્રતિનિધિત્વને સામેલ કરવું એ ચીનના શિનજિયાંગમાં માનવાધિકાર ઉલ્લંઘન અને અત્યાચારને અવગણવા જેવું ગણાશે, તેથી અમે એવું કરી શકીએ નહીં. ”

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડે પણ વિન્ટર ઓલિમ્પિકમાં મંત્રી સ્તરે રાજદ્વારી પ્રતિનિધિઓને ન મોકલવાની જાહેરાત કરી છે.

દેશના નાયબ વડાપ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને આ નિર્ણયને ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા સંક્રમણના કારણે લેવામાં આવ્યો હોવાનું કહ્યું છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article