કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ભાઠેના તગાડીવાળા કંપાઉન્ડમાંથી ફ્લીપકાર્ડ કંપનીના સુરતના ડીલર પાસેથી 3 લાખની ઉપરની 22 ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઇ નવસારીના ગ્રાહકોને ડીલીવરી કરવા નીકળેલો ડ્રાઇવર બે ડીલીવરી બોયને અમન સોસાયટી પાસે નાસ્તો કરવા ઉતારી દઇ ભાગી છૂટ્યો હતો. બે દિવસ બાદ ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી મળી આવ્યો હતો. તેમાંથી 1.22 લાખની કિંમતની 8 આઇટમ ચોરી થઇ ગઇ હોઇ ડીલરે ડ્રાઇવર વિરૂદ્ધ ઉધના પોલીસ મથકે છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુનિસ હાજી સલીમ શેખ ભાઠેના તગાડીવાળા કમ્પાઉન્ડમાં એ.આઈ.એમ. લોજીસ્ટીક કંપની ચલાવે છે. તેમની કંપનીમાંથી ફ્લીપ કાર્ડ કંપનીમાં સુરત કે તેની આસપાસના ગ્રાહકો દ્વારા મંગાવાયેલો ઓર્ડર પહોંચાડવાનું કામ છે. પેઢીના…

Read More

લોકો ભગવાનની ભક્તિ કરવા માટે અનોખા રસ્તા અપનાવે છે તેના વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આપણા દેશમાં એવો સમુદાય પણ વસે છે.જે તેના પૂરા શરીર પર રામ નામ લખે તો છે પરંતુ ક્યારેય તેની પૂજા કરતો નથી. આપણા દેશમાં વસતા આ સમુદાયના લોકો ક્યારેય મંદિરમાં પૂજા પાઠ કરવા જતા નથી. સામાજિક બગાવતની નિશાની કહેવાય છે કે ટૈટૂ આ સમાજના લોકો માટે એક સામાજિક બગાવતની નિશાની છે. લગભગ 100 વર્ષ પહેલા ગામમાં હિંદૂઓ ધર્મની ઉચ્ચ જાતિના લોકોએ આ સમુહના લોકો માટે મંદિરમાં જવાની મનાઈ ફરમાવી હતી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. તેઓ પોતાના શરીર પર રામ નામ લખાવે…

Read More

દિવાળી પહેલાં પોતાના ગ્રાહકોને રિલાયન્સ જિયોએ એક શાનદાર ગિફ્ટ આપી છે. ગિલાયન્સે Jio Phoneના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે, જે બાદ આ ફોનને ગ્રાહકો માત્ર 699 રૂપિયામાં ખરીદી શકે છે. દિવાળી પર ગ્રાહકોને આપવામાં આવેલી કંપનીની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. રિલાયન્સે Jio Phoneને જુલાઇ 2017માં 1500 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. તે બાદ કંપનીએ એક્સચેન્જ ઑફર શરૂ કરી હતી. જે અંતર્ગત Jio Phone માત્ર 501 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે ઘણા સમય બાદ કંપની આ ફોનને નવી ઑફર સાથે માર્કેટમાં લાવી છે. રિલાયન્સ Jio Phone લેવા માંગતા ગ્રાહકોએ સૌથી પહેલાં તેની સત્તવાર વેબસાઇટ www.jio.com પર જવાનું રહેશે. દિવાળી ઑફરમાં કંપનીએ ફક્ત…

Read More

પરિણીતિ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ખૂબ જ ખૂલી રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત નથી કરી શકી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન તો કરે છે અને તેના અભિનયની સરાહના પણ થાય છે. પરંતુ ક્યાંક અત્યારે પરિણીતિને તે એક ફિલ્મની શોધ છે જે તેમના કરિયરને નવી ઉંચાઈઓ સુધી લઈને જશે. પરિણીતિ ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર, 1988ના રોજ અંબાલામાં થયો હતો. પરિણીતિના જન્મદિવસ પર જણાવી રહ્યાં છીએ કેટલીંક એવી વાતો જે હકિકતમાં ખુબ જ ઓછા લોકો જાણતા હશે. પરિણીતિ ચોપડા સૌથી વધુ ભણેલી-ગણેલી બોલીવૂડ એક્ટ્રેસ છે. તેની પાસે ઓનર્સની 3 ડિગ્રિઓ છે. પરિણીતિની પાસે બિજનેસ, ફાઈનાન્સ અને ઈકનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ છે. પરિણીતિ…

Read More

હવામાન વિભાગની આગાહીને લઈને દીવના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવવાના લીધે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read More

સુરતમાં વકરતા રોગચાળા વચ્ચે ડેન્ગ્યુએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે મોતને ભેટેલી મહિલાના પરિવારજનો હોબાળો મચાવ્યો છે અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરીને હોસ્પિટલના વોર્ડ રૂમ બહાર ધરણા શરૂ કર્યા છે. ત્રણ માસુમ બાળકો નોંધારા એક દિવસ અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ડેન્ગ્યુના ભરડામાં સપડાયેલી મહિલાનું મોત થયુ છે. ડિમ્પલ દુબે નામની મહિલા પાંડેસરા વિસ્તારમાં રહેતી હતી. તેના મોતથી ત્રણ માસુમ બાળકો નોંધારા થયા છે. સુરતમાં રોગચાળાએ ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા જેવા રોગે ભરડો લીધો છે.

Read More

પોતાના વિચિત્ર નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન પાસે નાનકડા પરમાણુ બોંબ હોવાનું જણાવી ચૂકેલા શેખ રશીદે જણાવ્યું કે હવે ભારત સાથે યુદ્ધ પરંપરાગત રીતે નહીં થાય. પરંતુ સીધું જ પરમાણુ યુદ્ધ થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેખી મારી કે હવે એવું યુદ્ધ નહીં થાય કે જેમાં 4-6 દિવસ સુધી ટેંક અને તોપ ચાલે. ફાઇટર જેટ અને નેવી સામસામા ગોળા ફેંકે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું જ પરમાણુ યુદ્ધ થશે. પહેલા પણ આપી ચુક્યા છે આવા નિવેદનો મહત્વનું છે કે શેખ રશીદ આ પહેલા પણ…

Read More

અમદાવાદ ઃ રાજ્યમાં અવાર નવાર હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડાના અહેવાલ મળતા હોય છે, ત્યારે આજે બાવળાઆદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલા બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટી કરતા 10 નબીરાની બાવળા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં કિંગ્સ વિલાના બંગલા નંબર 100માં પોલીસની રેડ પડી હતી. જેમાં બંગ્લામાંથી દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓને ઝડપ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો છે. આ ઘટનામાં પોલીસને 6 મોંઘીદાટ કાર જપ્ત કરી છે. ઘટના સ્થળેથી પોલીસને રૂપિયા 99.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે ભાવિક પારેખ નામના વ્યક્તિએ એક બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસને અહીંથી ઘણાં…

Read More

સાઉથ આફ્રિકાની સામે રાંચીમાં રમાઈ રહેલા સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખુબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતે 497/9ના જવાબમાં સાઉથ આફ્રિકાની પહેલી પારીમાં 162 રનો પર ઓલ આઉટ કરી દીધું છે. ભારતીય ટીમને 335 રનોની લીડ મળી છે. જે બાદ કેપ્ટન કોહલીએ મહેમાન ટીમને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો છે. આ 8મો મોકો છે જ્યારે કોહલીએ વિપક્ષી ટીમને ફોલોઓન આપ્યું હોય. કોહલી વિપક્ષી ટીમને સૌથી વધારે વખત ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડ તોડ્યો, તેણે સાત વખત વિપક્ષી ટીમને ફોલોઓન આપ્યું હતું. કોહલીની કેપ્ટન તરીકે આ 51મી મેચ છે. તો…

Read More

દિવાળીમાં પણ લોકો પોતાના ઘરની સફાઇ કરે છે. ઘરની સફાઇ કરવાની વાત આવે ત્યારે સમય બગડે છે અને સાથે જ મહેનત કરવી પડે છે. પરંતુ ઘણી વખત ગમે તેટલું કામ કરીએ તેમ છતાં યોગ્ય રીતે જેવી જોઇએ તેવી સફાઇ થઇ શક્તી નથી. ઘરની સફાઇ માટે પણ જો નાની મોટી ટિપ્સ ખબર હોય તો ઘરની સફાઇ વધુ સરળ બને છે, તો આવો જાણીએ ઘરની સફાઇમાં મદદ કરતી ટ્રિક્સ વિશે. -એલ્યુમિનિયમનાં ગંદા વાસણ હોય તો વધારે ગંદા ના હોય તો તેને ઉકળતા પાણીમાં સફરજનની છાલને ઉકાળી લો. આ ગરમ પાણીથી વાસણ ઘસો. વાસણ બિલકુલ સાફ થઇ જશે -ફર્નિચરની આસપાસ આપણે સફાઇ કરીએ…

Read More