Author: mohammed shaikh

Screenshot 20230607 110814 Chrome

રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા ત્યારે તેઓએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ-યુએસએ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે કર્ણાટકમાં એ કરી બતાવ્યું છે કે, અમે ભાજપને હરાવી શકીએ છીએ. ભાજપને ફક્ત હરાવ્યું એટલું જ નહીં, તેને ધૂળ ચાટતું કરી દીધુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કર્ણાટક ચૂંટણીમાં ભાજપે જીતવા માટે તમામ કોશિશ કરી કારણ કે તેઓ પાસે મીડિયા, અમારા કરતા 10 ગણા પૈસા, એજન્સીઓ હતી પરંતુ તેમ છતાં અમે તેમને હરાવી દીધા.…

Read More
Screenshot 20230607 104501 Chrome

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર એક ઓઇલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં રોડ ઉપર ઓઇલ ઢોળાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક બાઇક સ્લીપ થઈ જવા પામી હતી. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક પસાર થતા નેશનલ હાઇવે પર વહેલી સવારે એક ઓઇલ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતા ટેન્કરમાં રહેલ હજારો લીટર ઓઇલ રોડ પર ઢોળાતા હાઇવે ઉપર ઓઇલના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ ટેન્કર જામનગરથી ઓઇલ ભરી દમણ જઈ રહયુ હતું તે દરમિયાન પીપોદરા નજીક ટેન્કર સામે અચાનક એક વાહન આવી જતા તે વાહનને બચાવવા જતાં ટેન્કર પલ્ટી મારી ગયુ હતું જેમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી.…

Read More
Screenshot 20230607 095238 Chrome

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને લઈને ગુજરાતમાં વાવાઝોડા માટે એલર્ટ અપાયું છે અને ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. રાજ્યનાં તમામ બંદરે એક અને બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી તા.9-10 જૂને કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા અને દમણ દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળતા સંભવિત વાવાઝોડાની અગાહીને લઈને દરિયામાં ચાલતી ગતિવિધિઓ ઉપર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વલસાડ તેમજ દમણ વહીવટી તંત્ર દ્વારા પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.…

Read More
Screenshot 20230607 093038 Chrome

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા કોપરલી રોડ ઉપર રામેશ્વર મંદિર પાસે ગત તા. 8મી મે 2023ના રોજ વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેશ પટેલની થયેલી ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા કેસમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેઓને સાથ આપનારા કોણ કોણ હતા તે દિશામાં તપાસ કરતા મર્ડર કેસના આરોપીઓને મદદ કરનારાઓ ના નામો ખુલતા પોલીસે આવા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા ઈસમોએ હત્યા પહેલા અને હત્યા બાદ મર્ડર કેસના આરોપીઓને રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ પહોંચાડી હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ આરોપીઓના કપડાં બેગ સહિતના પુરાવાઓ નાશ કરવાની ભૂમિકા ભજવના…

Read More
Screenshot 20230607 084106 Chrome

ગુજરાતમાં વાવાઝોડાની અસર અને તેના લીધે ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયો નહિ ખેડવા ચેતવણી આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તા. 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. ગુજરાતમાં કેટલી અસર કરશે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે એને જોતાં વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે એવી સ્થિતિ બની રહી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલું લો પ્રેશર હવે ઉત્તર…

Read More
Screenshot 20230607 082143 Chrome

રાજ્યમાં વાવાઝોડા અગાઉ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે આકાશમાં વાદળો જોવા મળી રહયા છે,દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં ગુજરાતના કાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડાની સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે એક અને બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે તેવી શકયતા જોતા તંત્ર એલર્ટ છે આજે તા. 7થી 9 જૂન સુધી…

Read More
Screenshot 20230607 080550 Chrome

ગુજરાતમાં રોજનો કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને પીવાય પણ છે રાજ્યમાં દારૂબંધીનો કોઈ કડક અમલ થતો નથી અને જ્યાં માંગો તે બ્રાન્ડમાં દારૂ મળી જાય છે અને દેશી દારૂની સસ્તી પોટલીઓતો સ્લમ વિસ્તારમાં ખૂણે ખૂણે મળે છે ત્યારે હવે, દારૂના વેપારીઓએ પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી છે.. મુંબઈ, થાને, પાલઘર અને અન્ય જિલ્લાના માન્ય લાયસન્સ ધારક લીકર શોપના માલિકો દ્વારા ગુજરાત પોલીસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી થઈ છે. અરજદાર દ્વારા કોર્ટમાં થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને ફસાવે છે. દારૂની…

Read More
Screenshot 20230607 074055 Chrome

રાજ્યમાં વાદળીયું હવામાન અને ભારે પવનો ફૂંકાઈ રહયા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ છે ત્યારે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ઉભો થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને બદલાઈ રહેલા હવામાન ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. લક્ષદ્વીપ નજીક હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની પ્રારંભિક દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. આગામી તા.12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં નવલખી, વેરાવળ,…

Read More
Screenshot 20230607 071111 Chrome

આજકાલ સરકારી ઉંચા પગારવાળી નોકરી ખૂબ ઓછા લોકોને મળે છે અને સેંકડો બેરોજગાર યુવાનો ખાનગી ફર્મમાં ઓછા પગારમાં નોકરી કરે છે તેમાંય શેઠિયો લબાડ હોયતો કામ કરાવીને પૂરતી સેલેરી પણ આપતો નથી ત્યારે જે લોકોને રેગ્યુલર સરકારી ઊંચો પગાર મળે છે તેઓને કદર નથી અને વધુ પૈસા કમાવા લાંચ માંગતા ફરે છે અને પછી પકડાય છે ત્યારે પસ્તાય છે. વડોદરામાં નાયબ મામલતદાર રૂ.15,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે, ફરીયાદી પોતાના ઘરના લોનના હપ્તા ન ભરી શકતા મકાન સીલ થતું અટકાવવાના બદલામાં ‘સાહેબે’ રૂ.15,000ની લાંચ માંગી હતી જેમાં સાહેબ ACBની ટ્રેપમાં લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા. હોમ લોનના હપ્તા નહીં…

Read More
Screenshot 20230607 070554 Chrome

આજકાલ દરેક ખાદ્ય વસ્તુઓ ડુપ્લિકેટ થઈ ગઈ છે,કાળા માથાનો માનવીજ બે પૈસાની લાલચે માનવ જાતનો જાણે વિનાશ કરવા ક્રૂર બન્યો છે. આજકાલ નકલી દૂધ,નકલી દહીં-છાશ,નકલી ઘી, નકલી પનીર,બટર તેમજ મરચું,હળદર,લોટ દરેક પ્રકારની ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવટી થઈ ગઈ છે અને પુરા પૈસા ખર્ચીને પણ શુદ્ધ વસ્તુ મળતી નથી,પરિણામે કેન્સર, ડાયાબીટીસ,હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો લોકો શિકાર બની રહયા છે આ બધા વચ્ચે વડોદરાથી ચોંકાવનારા અહેવાલ સામે આવી રહયા છે. વડોદરામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી રોજવહેલી સવારે 7 હજાર કિલો ભેળસેળવાળું પનીર આવતુ હોવાનો સનખેજ આક્ષેપ વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ…

Read More