Author: mohammed shaikh

રાજ્યમાં મહેસાણા એસટી વિભાગે કરેલા નવતર પ્રયોગમાં હવે ટીકીટ રોલ માંથી નીકળતી પ્લાસ્ટિકની ભૂંગળીઓ ફેંકી દેવાના બદલે તેને એકત્ર કરી જમા થનારા વેસ્ટ જથ્થાને ભંગારમાં આપી લાખ્ખો રૂપિયા એકત્ર કરવા તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ મહેસાણા ST ડેપોના કંડક્ટરો ટિકિટ આપે છે તે  રોલની અંદરથી નીકળતી પ્લાસ્ટિકની ભુંગળીઓ ભેગી કરી ભંગાર તરીકે જમા કરવાનો આદેશ કરાયો છે.કારણ કે લગભગ 4.50 લાખથી 5 લાખ ભૂંગળીઓ માત્ર મહેસાણા ડેપોમાં જ નીકળી રહી છે અને સમગ્ર  ગુજરાતની વાત કરવામાં આવેતો 1.50 કરોડ ભૂંગળી નિકળતી હોવાનો અંદાજ છે આ તમામ જથ્થાને એકત્ર કરી તે જથ્થાને મોટાપાયે વેચવામાં આવેતો પણ લાખ્ખો રૂપિયાની આવક થઈ શકે…

Read More
IMG 20230217 WA0031

રાજ્યમાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ત્યારે હવેતો જાહેર હાઇવે ઉપર પણ આવા દ્રશ્યો જોવા મળી રહયા છે તે ઘણું બધું કહી જાય છે. ખેડા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની મિલીભગતને કારણે નદીઓમાંથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને વડોદરા-અમદાવાદ હાઇવે ઉપર ખેડા હદ વિસ્તારમાં આવતા વાત્રક નદીમાં ખુલ્લેઆમ રેતી ખનન થઇ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે. ધોળા દિવસે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભૂમાફિયાઓ દ્વારા દિવસ-રાત નદીમાંથી રેતીનું ખનન કરવામાં આવે છે, તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં…

Read More
Screenshot 20230217 080508 Chrome

વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને રૂ.12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે અને મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે,મહાશિવરાત્રિ પર્વના દીને આવતી કાલે તા.18મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના દર્શન કરવા શહેરીજનો ઉમટી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત…

Read More
Screenshot 20230217 073225 Chrome

સમગ્ર વિશ્વમાં અફધાનિસ્તાન અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે,યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રીપોર્ટ મુજબ દુનિયામાં 85% અફીણ નું વાવેતર માત્ર અફઘાનિસ્તાનના ખેતરોમાં તૈયાર થાય છે. આ અફીણમાંથી અનેક પ્રકારના નશાયુક્ત ચીજો બને છે,તેમાં સૌથી મોંઘુ હેરોઈનને માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રેડના જાણકાર જણાવે છે કે દુનિયામાં હેરોઈન ખરીદનારા 80% લોકો અફઘાનિસ્તાન ઉપર નિર્ભર હોય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીં ડ્રગ્સનો ધંધો સત્તાવાર બની ગયો હોવાનું જણાય છે. બીજી તરફ પાકિસ્તાન પણ હવે આ માર્ગે જઈ રહ્યું છે અને પાકિસ્તાની સેના અને ગુપ્ત એજન્સીઓ ડ્રગ્સ વેચીને મળતા રુપિયાથી ગુપ્ત સૈન્ય ઓપરેશન્સનું ફંડિંગ એકત્ર કરે…

Read More
Screenshot 20230217 072610 Chrome

રાજ્યમાં ઉપરા ઉપરી પેપર લીક થવાની ગંભીર ઘટનાઓ સામે આવતા તેની સામે વિરોધ શરૂ થતાં આખરે રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કરનાર ઈસમો વિરુદ્ધ પગલાં ભરવા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ ગતરોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. વિધેયકમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો…

Read More
Screenshot 20230216 122137 Chrome

વિદેશી તહેવારો આપણી સંસ્કૃતિને ફિટ નથી થતા છતાં કેટલાક આવા તહેવારોની આડમાં બહાનું બનાવી પ્રેમની આડમાં શરીર સબંધ સુધી પહોંચી જતા હોય છે. અગાઉ વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટે ગુલાબ,કાર્ડ કે કોઈ ગિફ્ટ આપવામાં આવતી હતી અને તેની ધૂમ ખરીદી થતી હતી પણ હવે જમાનો બદલાયો છે અને આ વખતે જે તારણો સામે આવ્યા છે તેમાં ગુલાબ,કાર્ડ કરતા કોન્ડોમ વધુ વેચાયા હોવાનો ધડાકો થયો છે અને વેલેન્ટાઈન વીકમાં જે રીતે પોતાના પાર્ટનર સાથે સેક્સ સંબંધો બનાવ્યા તે જોતા પ્રેમની વ્યાખ્યા બદલાઈ હોવાનું સપાટી ઉપર આવ્યુ છે. નોર્થ આઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં 330 સ્ટોર અને 24 હજાર ફૂડી સ્ટોલ ધરાવતી અને…

Read More
Screenshot 20230216 110315 Chrome

રાજ્યમાં ઇકો કારના સાયલેન્સરની મોટાપાયે ચોરી થવાના બનાવો વધી ગયા છે અને પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઈ રહયા છે ત્યારે માત્ર ઇકો કારના સાયલેન્સરની જ કેમ ચોરટાઓ ચોરી કરી રહયા છે તે વાત ખુબજ ચર્ચાસ્પદ બની છે અને જાણકારોના મતે આ સાયલેન્સરની ખૂબજ માંગ હોય ચોરટાઓ ઇકો કારના સાયલેન્સરની ચોરી કરી રહ્યા હોવાની સંભાવના છે. વડોદરા અને અંકલેશ્વરમાં મોટા પાયે ઇકો કારના સાયલેન્સર ચોરી થતા હોવાના બનાવો નોંધાયા બાદ આ વાત બહાર આવી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વડોદરાના અલગ અલગ પોલીસ મથકના ચોપડે 70 થી વધુ સાયલેન્સર ચોરીના ગુના નોંધાય ચૂક્યા છે. જ્યારે અંકલેશ્વરમાં ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ…

Read More
20230216 093023 scaled

–રહેણાંક વિસ્તારમાં 50થી વધુ ગેસ સિલિન્ડર કોણે રાખ્યા?નિયમ વિરુદ્ધ રેસિડેન્ટ એરિયામાં બેદરકારી દાખવનાર તત્વો એ લોકોના જીવ સામે ઉભું કર્યું જોખમ સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં રાખવામાં આવેલા 10થી વધુ ગેસ-સિલિન્ડર ફાટતાં ભારે નાસભાગ મચી હતી અને પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસનાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી, આ મકાનમાં 50થી વધુ ગેસ સિલિન્ડર પડ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક મકાનમાં રાખવામાં આવેલા LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તે રૂમમાં આગ લાગતા ગેસના બાટલા એક પછી ફાટતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં તિરાડ પડી ગઈ હતી.…

Read More
Screenshot 20230215 110225 Chrome

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ અગાઉ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની સરકારના નાણાં રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. રાજનીતિની સાથે સાથે આર્થિક સ્થિતિમાં સુધારો કરવો એ બંગાળ સરકારનું લક્ષ્ય હશે. રાજ્ય સરકાર આજે એટલે કે બુધવારે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય બુધવારે બપોરે 2 વાગ્યાથી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાજિક યોજનાઓની જાહેરાતની સાથે…

Read More
Screenshot 20230215 104437 Chrome

અમદાવાદમાં સ્કૂલ જતા બાળકોને જો વાહન આપવામાં આવશે તો તેના પિતા સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે,કારણ કે અમદાવાદમાં એક સગીરનું મોત થઈ ગયું છે ત્યારે આ પ્રકરણમાં બાળકને વાહન આપનાર પિતા સામે ખુદ પોલીસે ફરીયાદી બની ગુનો દાખલ કર્યો છે અને આગામી સમયમાં અમદાવાદમાં આ માટે સ્પેશ્યલ અભિયાન છેડવામાં આવશે. અમદાવાદમાં કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ પોતાની 16 વર્ષીય પુત્રી ભૂમિને સ્કૂલે જવા ટુ-વ્હીલર આપતા ભૂમિએ સ્કૂલે જતી વખતે પોતાની સાથે આવનાર સગીર વયના દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપતા સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા બંનેને ગંભીર ઈજા થઇ હતી દરમિયાન લોકો એકત્ર થઈ…

Read More