Author: mohammed shaikh

Screenshot 20230124 133049 Chrome

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી ગઈ છે અને ગુજરાત દારૂ-ડ્રગ્સનું હબ બની ગયું છે, ટોટલી ગેરકાયદે કૃત્ય અહીં બિન્દાસ સામે આવી રહયા છે ત્યારે છેક ગોવાથી અમદાવાદ તરફ આવી રહેલા લાખ્ખો રૂપિયાનો દારૂ પલસાણામાં ઝડપાયો છે. LCB પોલીસે બાતમીના આધારે પલસાણા નજીક માખીંગા ગામે ને.હા.નં-૪૮ ઉપર વોચ ગોઠવી નંબર વગરના એચ.પી. ગેસ લખેલ ટેન્કરને અટકાવતા ટેન્કર ચાલકે ટેન્કર ગેસથી ભરેલું હોવાનું જણાવ્યુ હતુ,જોકે પોલીસને ચોક્કસ બાતમી હોવાથી પોલીસે ટેન્કરની તપાસ કરતા અંદરથી પુસ્પા ફિલ્મની સ્ટાઇલમાં ગોઠવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટેન્કર માંથી કુલ 40,560 નંગ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી હતી પોલીસે ટેન્કર તેમજ દારૂ…

Read More
Screenshot 20230124 123543 Chrome

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડા પવન ફુંકાતા લોકો કકડતી ઠંડીનો અનુભવ કરી રહયા છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી તા. 26 જાન્યુઆરી સુધી આવો ઠંડો પવન ફૂંકાતો રહેશે. જ્યારે ઠંડીની વાત કરવામાં આવે તો આગામી તા.15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું વાતાવરણ રહેશે. ત્યારબાદ 15 માર્ચ સુધી ઠંડી-ગરમી બન્ને અનુભવાશે એટલે કે ડબલ ઋતુનો અનુભવ થશે. રાજકોટમાં સરેરાશ લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી જોવા મળી રહ્યું છે અને દિવસભર ઠંડા પવનો ફુંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં દિવસભર જોવા મળી રહયા છે. ઠંડીના કારણે હાલમાં ખાનગી-સરકારી દવાખાના દર્દીથી ઊભરાઈ રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઠંડીના કારણે શરદી-તાવ સહિતની…

Read More
Screenshot 20230124 111054 Chrome

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. જેના પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિશાન સાધ્યું છે. દિગ્ગીના નિવેદન પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસનો ડીએનએ પાકિસ્તાનનો છે. મંગળવારે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસનો ડીએનએ પાકિસ્તાનનો છે. ક્યારેક તેઓ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે તો ક્યારેક ભગવાન રામ પર સવાલો ઉઠાવવામાં આવે છે. દિગ્વિજય સિંહ પાકિસ્તાન સાથે ઉભા છે. સેનાનું મનોબળ ઓછું કરવાનું કામ કોંગ્રેસે ન કરવું જોઈએ. આ લોકો ભારત જોડો યાત્રામાં સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા છે. ટુકડે-ટુકડે ગેંગ તેમની યાત્રામાં તેમની સાથે છે. રાહુલ ગાંધીએ સવાલ…

Read More
Screenshot 20230124 094158 Chrome

સુરતથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ સમયે વિમાનને બર્ડહિટ થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાનમાં સીઆર પાટીલ સહિત અન્ય મુસાફરો હતા. એરપોર્ટ પર સવારે લૉ વિઝિબિલિટી હતી ત્યારે વિમાન રનવેથી ફક્ત 500 ફૂટ દૂર હતું ત્યારે જ આ ઘટના બની હતી. આ ફલાઈટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત 9 પેસેન્જર હતા. સદનસીબે તમામનો બચાવ થયો હતો આ વાત વાયુવેગે પ્રસરી જતા સબંધીતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર દોઢ મહિનામાં બર્ડહિટની આ બીજી ઘટના નોંધાઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે વેન્ચ્યુરા એર કનેક્ટે 1 જાન્યુઆરીથી અમદાવાદ-સુરત વચ્ચે 9 સીટર નોન શિડ્યુલ ફલાઈટ શરૂ કરી છે,આ ફલાઇટ સોમવારે…

Read More
Screenshot 20230124 093003 Chrome

પોરબંદરની જાણીતી આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં બે છોકરી વચ્ચે સેક્સના સજાતીય સંબંધો માટે દબાણ થતું હોવાનો આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. છેલ્લા 80 વર્ષથી ચાલતા શેઠ નાનજી કાલીદાસ મહેતા દ્વારા સ્થાપિત આ આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળ હાલ ભારે ચર્ચામાં આવ્યું છે. અહીં 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અહીં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓ વચ્ચે સજાતીય સંબંધો છે અને અન્ય વિદ્યાર્થિનીઓને સબંધ બાંધવા મજબૂર કરાતી હોવાનો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની એ આક્ષેપ કર્યો છે અને તેના માતાપિતાએ આ સગીરાને હોસ્ટલમાંથી ઉઠાવી લીધી છે. સગીરાએ કહ્યું હતું કે સંસ્થામાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ લેસ્બિયન છે.…

Read More
Screenshot 20230124 085741 Chrome

આ નેતાઓ પણ ગજબના હોય છે,ક્યારેક ક્યારેક નેતાઓ મોટો ભાંગરો વાટતા હોય છે અને પછી ભૂલ સમજાતા વળી માફી પણ માંગી લેતા હોય છે કે “ભુલ થઈ ગઈ!” આવુજ કઈક આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું તેઓએ ટ્વિટર ઉપર સુભાસ ચંદ્ર બોઝને આતંકી કહી દીધા અને બાદમાં માફી માંગી! નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તમામ રાજકીય નેતાઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક લોકો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારે આણંદથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ટ્વિટરના માધ્યમથી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પી હતી. પરંતુ તે ટ્વિટમાં તેમણે નેતાજીને આતંકવાદી પાંખનો ભાગ ગણાવી દીધા હતા. જો…

Read More
Screenshot 20230124 084801 Chrome

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જારી છે અને 24 કલાકમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના મિટીરીયોલોજીકલ સેન્ટર દ્વારા સમગ્ર ગુજરાત સહિત સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો થવા સહિત આગામી ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. –તંત્ર દ્વારા કોલ્ડ વેવને પગલે લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે. સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું…

Read More
Screenshot 20230124 083344 Chrome

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મા બાળમેળા નું આગામી તા. 27-28- 29 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું છે. તારીખ 27 ના રોજ સવારે 9 વાગે બાળમેળાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. વડોદરામાં શિક્ષણ સમિતિની 120 શાળાઓ છે. જેમાં લગભગ 38 હજાર બાળકો અભ્યાસ કરે છે. દર વર્ષે જાન્યુઆરીમા બાળમેળો યોજાય છે, આ વર્ષે 50મો બાળમેળો યોજાનાર છે,જેમાં દર વર્ષની જેમ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મનોરંજન સહિતના વિવિધ વિભાગો મુજબ 100થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. બાળકોમાં એડવેન્ચરની પ્રવૃત્તિનું પણ આકર્ષણ રહ્યું છે,…

Read More
20230124 081958 scaled

સરકારમાં ઉંચા પગાર હોવાછતાં લાંચિયા લોકોને લાંચ લેવાની આદત છૂટતી નથી ત્યારે આવાજ એક બનાવમાંજમીનની વારસાઇ માટે પેઢીનામું કરાવી આપવા ખેડૂત પાસેથી રૂપિયા 11 હજારની લાંચ લેવા જતા સંખેડાના દંખેડા ગામના તલાટી કમ મંત્રીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વિગતો મુજબ ખેડૂતને જમીનની વારસાઇ કરાવવા પેઢીનામાની જરૂરીયાત હોય તેઓએ સંખેડા તાલુકાના અંબાલી ગ્રામ પંચાયતના તલાટી અને હાલ ઉમલ્લા સેજા-દંખેડા ગ્રામ પંચાયતના ચાર્જ સંભાળતા કનુ ખોડાભાઇ સોલંકી (રહે. એ-31, અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ, ખંટબા પાસે, વડોદરા)નો સંપર્ક કરી પેઢીનામું કાઢી આપવા વાત કરી હતી. જોકે,તલાટી કનુ સોલંકીએ ખેડૂતને પેઢીનામું કાઢી આપવા માટે રૂપિયા 15 હજાર થશે…

Read More
Screenshot 20230123 151849 Chrome

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ગયા બાદ ધો.12ની વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે વિદ્યાર્થીની ની માતાનું કહેવું છે કે તે પોતેજ વિદ્યાર્થીની ને સ્કૂલના ગેટમાં અંદર છોડી હતી તો સ્કૂલ મેનેજમેન્ટ કહી રહ્યું છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં આવી નથી ત્યારે સીસીટીવી વગરે ચેક કરવામાં આવેતો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. વિગતો મુજબ સેવાસીમાં રહેતી વિદ્યાર્થીનીને ગત 18 જાન્યુઆરીના રોજ તેની માતા ઘરેથી લઇ સી.ટી.બસમાં બેસી ગોત્રીની શ્રી ગાયત્રી વિદ્યાલયમાં મુકવા માટે ગઇ હતી અને બપોરે પોણા બાર વાગ્યે વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટની અંદર મુકી માતા ઘરે પરત…

Read More