Author: mohammed shaikh

ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ વેચાય છે અને પીવાય છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ જુદા જુદા પોલીસ મથકોમાં પકડાય પણ છે જે કરોડો રૂપિયાના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દઈ પકડાયેલા વિદેશી કિંમતી દારૂનો નાશ કરવાની પદ્ધતિ હાલ અમલમાં છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી હતી કે, જપ્ત થયેલા દારૂનો નાશ નહીં અન્ય રાજ્યમાં વેચાણ કરો, આવકને પોલીસ વેલ્ફેરમાં જમા કરવી જોઈએ. પૂર્વ ધારાસભ્ય વસોયાએ લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે.કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકારે કાયદાનું કડક પાલન થાય…

Read More
Screenshot 20230209 092540 Chrome

ગુજરાતમાં દારૂબંધી માત્ર દેખાવ પૂરતી છે અને તેને કારણે કરોડો રૂપિયાની દાણચોરી થઈ રહી છે અને પોલીસના હપ્તાનું સેટિંગ એ નવી વાત રહી નથી પણ એથીય મોટી ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસી કરતા હોવાની વાત સામે આવી છે મતલબ સાફ છે કે પગાર સરકારી ખાવાનો અને બે બુટલેગરો માટે પણ કામ કરી પૈસા કમાવાનો ધંધો ખૂલ્લો પડ્યો છે. જોકે,બુટલેગરો માટે દલાલી કરનારા બન્ને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 4ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ પીઆઈ એ ફરિયાદ નોંધાવવી પડી છે. જે રીતે ચોંકાવનારી વિગતો સામે આવી છે…

Read More
Screenshot 20230207 163823 Chrome

ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા 2010 ના મારામારીના કેસમાં દોષિત જાહેર કરાયા છે અને કોર્ટ દ્વારા છ માસની સજાનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના વ્યક્તિ પર હોલિડે કેમ્પ પાસે હુમલાની ઘટના બની હતી જેના 12 વર્ષ બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં છે. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે. કોર્ટના નિર્ણય બાદ વિમલ ચુડાસમાએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે. તેઓએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપમાં જોડાવા માટે પોતાને દબાણ કરતું હતું પણ તેઓ જોડાયા ન હતા. આમ,…

Read More
Screenshot 20230207 160937 Chrome

વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતો મુજબ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ કેમિકલ બનાવવા કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ રાખવામાં આવે છે. અગાઉ મકાનોને તિરાડો પડી હતી આગ ચોક્કસ કયા કારણોસર લાગી હતી, તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રચંડ ધડાકા સાથે આગનો બનાવ બની ચુક્યો છે જેના કારણે આસપાસમાં આવેલા દામાપુરા, રઢીયાપુરા સહિત અન્ય ગામોમાં મકાનોની દિવાલોમાં તિરાડો અને બારી દરવાજાઓને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ફરી એક વખત આગની…

Read More
Screenshot 20230207 093713 Chrome

ગુજરાતનું વડોદરા કે જે હવે આંતર રાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ-દારૂ માટે જાણીતું બની ગયું છે અહીં કરોડો રૂપિયાના ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીઓ ઝડપાઇ છે અને દેશી વિદેશી દારૂનું માર્કેટ ધમધમી રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાના મામલે ફેમસ બનેલા લોરેન્સ બીશ્નોઈ ગેંગનું સામ્રાજ્ય હવે વડોદરા સુધી ફેલાયું છે. ખાસ કરીને બીશ્નોઈ ગેંગે દારૂના ધંધામાં ઝંપલાવ્યું છે અને તે પૈકી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં એક વર્ષ દરમ્યાન રૂ. 20 કરોડ મોકલવામાં આવેલો દારૂ તેમજ મુખ્ય સપ્લાયર સહિત 18ને પોલીસે ઝડપી લીધા હોવાની વાત સામે આવી…

Read More
Screenshot 20230207 083313 Chrome

વડોદરાના શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે એક આરોપીની ધરપકડ બાદ આ પ્રકરણમાં પોલીસની તપાસ પર કોર્ટ દ્વારા સ્ટે અપાયો છે. શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે કલેકટર કચેરીના હુકમ થી નોંધાયેલી ફરિયાદમાં મુંબઈના સંજય કનુભાઈ પટેલે નવીન રતિલાલ પટેલ (રહે જનતાનગર ) અને નિવૃત ડીવાયએસપી સીડી જાડેજાના ભાઈ તખુભા દાજીરાવ જાડેજા, મંજુલાબા રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વર્ષાબા આર જાડેજા, નિશાબા આર જાડેજા (રહે. મહાદેવનગર નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી. શેરખી ગામ માં આવેલી ૨૫૦ કરોડ ઉપરાંતની કિંમત ધરાવતી જમીનના રેવન્યુ રેકૉર્ડ ઉપર મયંક સધુરામ પટેલ સહિત ચાર ભાઈઓ ના સહ માલિક તરીકે નામ નોંધાયેલા છે.…

Read More
Screenshot 20230207 081525 Chrome

રાજ્યના સૌથી લાંબા રૂ. 230 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરાના અટલ બ્રિજ ઉપર માત્ર દોઢ જ મહિનામાં જ રોડ પરના પોપડા ઉખાડવા સાથે ખાડા પડવા લાગતા રોડના સમારકામ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલાં ભરવા વિપક્ષી નેતા અમી રાવતે માંગ કરી છે. અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વડોદરાના તમામ બ્રિજ અને રોડના નિષ્ણાતોની કમિટી બનાવી તેની ચકાસણી કરવામાં આવે. સાથેજ ફતેગંજ બ્રિજના વળાંક પર અવારનવાર થતાં અકસ્માત નિવારવા માટે કાર્યવાહી કરવામાં આવે અને ફતેગંજ બ્રિજની ગુણવત્તામાં જવાબદાર અધિકારીઓ, પીએમસી અને કોન્ટ્રાકટર પર તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવામાં આવે. ઘટનાની તપાસ કરવામાં ન આવે ત્યાં…

Read More
Screenshot 20230207 074431 Chrome

–અદાણી જૂથમાં એલઆઇસી અને એસબીઆઇના વ્યવહારોનો જોખમી ઉપયોગ સામે વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 10 કોંગી કાર્યકરોની અટકાયત કોંગી નેતાઓનું કહેવું છે કે દેશના નાગરિકો ભાજપ સરકારની કામ કરવાની નિતીરીતિ થી ચિંતિત થઈ ઉઠ્યા છે,નાગરિકોની મહેનતની બચતના રૂપિયાના ખર્ચે ભાજપ સરકાર મોટા માથાઓને ફાયદો કરાવવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે. હાલમાં અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના વ્યવહારોનો જોખમી રીતે ઉપયોગ કરવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે. રોકાણો માટે કેટલાક દિવસોમાં કરોડો ભારતીયોની મહેનતની બચતને જોખમમાં મૂકતા રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રૂપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ છે.…

Read More
Screenshot 20230205 115344 Chrome

વડોદરામાં હિન્દૂ યુવતીની છેડતી કરનાર મુસ્લિમ યુવાનની ફિલ્ડીંગ ભરી જાહેરમાં ધોલાઈ કરી પોલીસને સોંપી દેવાયો હતો. સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતા બાઈક સવાર વિઘર્મી યુવાને હદ વળોટી હતી અને યુવતીને ક્યાં જવું છે? હું છોડી દઉ છું, તેમ કહી છેડતી કરવાનું ભારે પડ્યું હતું. વિગતો મુજબ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર અજાણ્યો યુવાન પીછો કરી હેરાન કરતો હોય યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી અને તેને ઘરેથી નીકળવામાં પણ ડર લાગવા માંડ્યો હતો છેવટે કંટાળી ગયેલી આ યુવતીએ આ રોમિયો અંગે પોતાના ભાઈને જાણ કરતા યુવતીના ભાઈએ પોતાના મિત્રો તથા બજરંગદળના…

Read More
Screenshot 20230205 081418 Dailyhunt

પાકિસ્તાનમાં હાલ ભૂખમરો ફાટી નીકળ્યો છે ત્યારે હવે પાકિસ્તાનના કટ્ટરપંથીઓ એ દુનિયામાં તબાહી મચાવીને ભંડોળ એકત્ર કરવા સલાહ આપી રહયા છે. અગાઉના ઈસ્લામ ધર્મના પ્રસાર માટે મુસ્લિમ શાસકોએ સદીઓ અગાઉ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવારનો આશરો લીધો હતો અને ભારે તબાહી મચાવી હતી તે વાતની યાદ તાજી કરતાં પાકિસ્તાનના કટ્ટરવાદી રાજકીય પક્ષ તહેરીક-એ-લબ્બેક પાકિસ્તાને આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાનને બચાવવા માટે ફરી એક વખત જંગ કરવા નીકળી પડવા વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપતા ભારે વિવાદ થયો છે. કટ્ટરવાદી રાજકીય પક્ષ તહરીક-એ-લબ્બેકમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા સાદ હુસૈન રિઝવીએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપી છે કે તેઓએ આર્થિક મદદ…

Read More