Author: mohammed shaikh

Screenshot 20220711 182131 Chrome

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવી સંસદની લોકસભા બિલ્ડિંગની ઉપર અશોક સ્તંભના અનાવરણ સામે વાંધો ઉઠાવ્યો છે. ઓવૈસીએ ટ્વીટ કર્યું કે આ અધિકાર લોકસભા સ્પીકરને છે. ઓવૈસીએ કહ્યું કે બંધારણમાં સંસદ, સરકાર અને ન્યાયતંત્રની શક્તિઓને અલગ-અલગ દર્શાવવામાં આવી છે. સરકારના વડા તરીકે પીએમ મોદીએ નવી સંસદ ભવન ઉપર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવું જોઈતું ન હતું. તે લોકસભા અધ્યક્ષના અધિકારક્ષેત્રમાં આવે છે. સ્પીકર્સ સરકારને આધીન નથી. ઓવૈસીનો આરોપ છે કે પીએમએ તમામ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી સરકારના વડા છે, લોકસભાના નહીં. તેથી તેણે તેનું અનાવરણ કરવાની જરૂર નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે…

Read More
Screenshot 20220711 180549 Chrome

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ થતાં વડોદરા અને ઉપરવાસના છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદના કારણે જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામો અસરગ્રસ્ત બન્યા છે અને ઢાઢર નદીમાં પુર આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે અને ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા થઈ જતા જનજીવનને અસર થઈ છે. જ્યારે આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું…

Read More
Screenshot 20220711 175210 Chrome

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં 21 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. આ પહેલા સોનિયા ગાંધીએ પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવા માટે થોડા વધુ દિવસોનો સમય માંગ્યો હતો. રાહુલની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી આ મામલામાં પાંચ દિવસમાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સોનિયા ગાંધીએ પૂછપરછ માટે ED સમક્ષ હાજર…

Read More
Screenshot 20220711 173420 Chrome

રાજ્યમાં અમદાવાદ-વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને આજે સૌથી વધુ નર્મદાના ડેડિયાપાડામાં 16.5 ઈંચ વરસાદ થતા આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આજ રીતે ઉમરપાડામાં પણ 14.5 ઈંચ વરસાદ થતાં જળબંબાકાર ની સ્થિતિ છે,જ્યારે તિલકવાડામાં 11 ઈંચ વરસાદ તો નાંદોદમાં 10.5 ઈંચ અને કપરાડામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વરમાં 5.5 ઈંચ, સાગબારામાં 5.5 ઈંચ, ડાંગમાં 5.5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ અને ઉચ્છલમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, વલસાડ, સોનગઢમાં 4-4 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ, સુબિર, નેત્રંગ અને લખપતમાં 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ ધનસુરા, વીજાપુર, ઉમરગામમાં 2 ઈંચ અને…

Read More
20220711 164644 scaled

રાજ્યમાં લો પ્રેશરને લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,સૌરાષ્ટ્ર, દ. ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવા સાથે આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. રાજ્યનાં 13 જળાશય હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યમાં ભારે વરસાદ અને તબાહીના દ્રશ્યો બાદ ઉપરથી ભારે વરસાદની અગાહીને લઈ PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી…

Read More
20220711 155602 scaled

વલસાડ ટાઉનમાં સત્યડે અખબારના પ્રેસમાં પાણી ભરાતા અંદાજે ₹ 6 લાખનું નુકશાન થયું છે અને અહીં પાણી ભરાવા માટે કુદરતી નહિ પણ માનવ સર્જિત ભૂલ હોવાનું સામે આવ્યું છે અહીં ચોમાસામાં પ્રિ મોન્સૂન દરમિયાન પાણી ભરાઈ જશે તો અન્યને નુકશાન જશે તે પોઇન્ટનો ભંગ થયો છે અને તે માટે  જવાબદાર બિલ્ડર કે લાગતા વળગતા કોન્ટ્રાકટરે બુદ્ધિનું દેવાળું ફૂંકતા હવે  પાણીના નિકાલને રોકનાર સામે તંત્ર ક્યારે પગલાં ભરે છે તે જોવાનું રહે છે. વલસાડમાં પૂરના પાણી ભરાયા છે તેમાં કેટલીક જગ્યાએ પાણીનો ત્વરિત નિકાલ નહિ થવાથી પણ કેટલીક મિલ્કતોને નુકશાન થયાની વાત સામે આવી છે ત્યારે વલસાડ છીપવાડ જકાતનાકા નજીક હાઇવે…

Read More
Screenshot 20220711 135811 Chrome

વલસાડમાં પૂરગ્રસ્ત સ્થિતિ ઉભી થઈ ચૂકી છે,ઠેરઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે લોકોનું રેસ્કયુ ચાલુ છે,વલસાડમાં છીપવાડ જકાત નાકા પાસે આવેલ હાઇવે પાર્ક એપાર્ટમેન્ટ ના બેઝમેન્ટ માં પાણી ભરાઈ જતા અહીં આવેલ સત્યડે અખબાર નો પ્રિંન્ટિંગ પ્રેસ ડૂબી ગયો છે પરિણામે અખબાર છાપવાની સામગ્રી રોલ વગરે ડૂબી જતાં લાખ્ખોનું નુકશાન થયું છે અખબારનું આજનું ‘વધારો’ બહાર પાડવાનું પ્રકાશન અટક્યું હતું. આ સિવાય અન્ય રહેણાંક અને ધંધાના સ્થળોએ પાણી ભરાઇ જતા વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં ફસાયેલા 2000 જેટલા લોકોનું રેસ્કયુ ચાલુ છે, તો ભાગડાખુદમાં 3000થી વધુ લોકો પૂરના પાણીમાં…

Read More
Screenshot 20220711 130848 Chrome

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે. આજે કરજણ જળાશયની સપાટી 105.60 મીટરે પહોંચતા કરજણ જળાશયમાંથી અંદાજે 47,750 ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 4 ગેટ ખોલવામાં આવ્યા છે અને તબક્કાવાર 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામા આવતા રાજપીપળા શહેર સહિત કાંઠાના 5 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે. નર્મદા જિલ્લામાં SDRF ની ટીમ ખડકી દેવામાં આવી છે.

Read More
Screenshot 20220711 125503 Gallery

ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સોમવારે અમૃતસરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી કોર્ટે તેને ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હોશિયારપુર પોલીસને સોંપ્યો હતો. બિશ્નોઈને રવિવારે રાત્રે ખરરથી અમૃતસરના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. 4 ઓગસ્ટ 2021ના રોજ અમૃતસરમાં બિશ્નોઈ વિરુદ્ધ ગેંગસ્ટર રાણા કંધોવાલિયાની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 6 જુલાઈના રોજ કોર્ટે લોરેન્સને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર અમૃતસર પોલીસને સોંપ્યો હતો. તેના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ તેને ખરારથી અમૃતસર લાવવામાં આવ્યો હતો. ડીસીપી પરમિન્દર સિંહ ભંડાલે કહ્યું કે સુરક્ષાના કારણોસર લોરેન્સની ખરારમાં પૂછપરછ કરવામાં આવશે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી…

Read More
Screenshot 20220711 115814 Chrome

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 10 દિવસમાં સંઘપ્રદેશ દમણમાં વલસાડ જિલ્લા અને દાનહ કરતા પણ સૌથી વધુ વરસાદ 45 ઇંચ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ડેમમાંથી સતત પાણી છોડવાના કારણે વાપી, દમણ અને સેલવાસ દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં સિઝનના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો સેલવાસમાં 828 મિમી એટલે કે 33 ઇંચ, ખાનવેલમાં 594 મિમી એટલે કે 23.76 ઇંચ જ્યારે દમણમાં સૌથી વધુ 1121 મિમી 45 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ સંઘ…

Read More