Author: mohammed shaikh

Screenshot 20210828 095435 Chrome

રાજ્ય સરકાર દ્વારા નિયમો વિરુદ્ધ ચાલતી હોસ્પિટલ સામે કૂણુ વલણ રાખવા મુદ્દે નામદાર સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનારા હોસ્પિટલવાળા ને તક આપવા બદલ ગુજરાત સરકાર ની ઝાટકણી કાઢી હતી. રાજ્યમાં બી.યુ તથા ફાયર NOC વિનાના ગેરકાયદેસર બાંધકામ સામે અમુક શરતોમાં સરકાર કોરોનાની સ્થિતિ છે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરે તેવા જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમકોર્ટે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, બિલ્ડિંગ યુજ પરમીશન એટલે કે બી. યુ પરમીશન વગર હોસ્પિટલો કેવી રીતે ચાલી શકે? કોર્ટે વધુમાં ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે, રહેઠાણના મકાનમાં હોસ્પિટલો ચલાવવી એ ગેરકાયદે…

Read More
Screenshot 20210828 092856 Chrome

કાબુલ એરપોર્ટ ઉપર થયેલા સિરિયલ બ્લાસ્ટ માં 13 અમેરિકન સૈનિકો ના મોત થયા બાદ વળતી કાર્યવાહી માં અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં આતંકી હુમલા નો ભય હોવાનું જણાવાયુ છે. આમ અમેરિકા દ્વારા વળતો હુમલો કરી આતંકીઓ ને…

Read More
Screenshot 20210828 092037 Chrome

દેશ માં મોટાભાગ ના રાજ્યો માં કોરોના ની સ્થિતિ હાલ કાબુ હેઠળ છે અને કેસ નહિવત થઈ ગયા છે અને માંડ ધંધા-નોકરી-રોજગાર પૂર્વવત થઈ રહયા છે ત્યારે દેશ ના કેરળ માં કોરોના નો વિસ્ફોટ થતા સમગ્ર દેશ માં ત્રીજી લહેર અહીં થી પ્રસરવાની શકયતા ઉભી થઇ છે, જો આવું થશે તો ભયંકર હદે કોરોના વકરી જશે. કેરળ ના સાત જિલ્લા એર્નાકુલમ, ત્રિશુર, કોઝીકોડ, કલક્કડ, કોલ્લમ,મલપ્પુરમ અને કોટ્ટાયમમાંથી દૈનિક બે હજારથી વધુ કોરોના ના નવા કેસ નોંધાઇ રહયા છે જે ખુબજ ચિંતા નો વિષય છે હાલ માં છેલ્લા છ દિવસ માંજ 1 લાખ 30 હજાર કોરોના ના કેસ નોંધાતા ભારે દહેશત…

Read More
Screenshot 20210828 085701 Chrome

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા ભાજપ ના કાર્યકરો ને  અધિકારીઓ સાથે દોસ્તી નહિ રાખવા જાહેર મંચ થી અપીલ કરતા અધિકારી વર્ગ માં નારાજગી જોવા મળી હોવાની ચર્ચા છે. ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અધિકારીઓ સાથે દોસ્તી નહિ રાખવા મોટું નિવેદન આપતા રાજયભરમાં આ વાત ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે. વલસાડ માં ભાજપ ના પ્રશિક્ષણ વર્ગમાં આપી હાજરી આપવા આવેલા ભાજપ પ્રમુખે આ નિવેદન આપ્યું હતું જે ભારે ચર્ચામાં આવી ગયું છે. વલસાડ માં સી આર પાટીલ ના હસ્તે ભાજપ ના પેજ પ્રમુખ ને કાર્ડ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને…

Read More
20210828 081627 scaled

વડોદરા ના ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામે ગાયો ને બચાવવા રાત્રે હિંદુ જાગરણ મંચના કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મળેલ બાતમીના આધારે ગૌરક્ષકો ગાયો અને મૂંગા પશુધનને કતલખાને લઇ જતી આઇસર ગાડીને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિંધિયાપુરા ગામમાં આ હિંદુ જાગરણ મંચના કાર્યકરો પર લાકડીઓ ધારીયા થી હુમલો કરી પથ્થરમારો કરતાં પાંચ જેટલા ગૌરક્ષકોને ઇજા થતા તેઓને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.. આ ઘટના બાદ સમગ્ર સિંધિયાપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સિંધિયાપુરા ગામ આરીફ સિંધી, હનીફ ગુલાબભાઈ સિંધી, ફારૂક દાદુભાઇ સિંધી, અમીમ રફિકભાઈ સિંધી, તમામ રહે. સિંધિયાપુરા તથા અન્ય લોકોએ…

Read More
Screenshot 20210828 074818 Chrome

રાજ્યમાં દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા છે અને સિંચાઈ ની વાત તો દૂર પણ હવે પીવાના પાણી ની સમસ્યા ભર ચોમાસે જ ચાલુ થઈ ગઈ છે. તંત્ર દ્વારાજ મળેલા આંકડાઓ મુજબ હાલ ચોમાસાની સિઝનમાં ચાર જિલ્લાના આઠ તાલુકા માં આવેલ 23 ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ હોવાની હકીકત સામે આવી છે હાલ માં 13 ટેન્કર દ્વારા રોજના 56 ફેરા મારી પીવાનું પાણી ગામડાઓ માં પહોંચાડવા માં આવી રહ્યું છે. રાજ્યમાં અડધું ચોમાસુ નીકળી ગયુ હોવાછતાં અત્યાર સુધી માં માત્ર 42 ટકા જ સરેરાશ વરસાદ નોંધાયો છે અને 22 તાલુકાઓમાં હજૂ પણ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગયા…

Read More
20210827 154143 scaled

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણું પાથરી હાથ રૂમાલ વેચી પેટિયું રળતી વિધવા મહિલા ને સિવિલના તબીબે ત્યાં બેસવાનું નહિ જણાવી આ ગરીબ મહિલા ને ઢસડતા હોવાના દ્રશ્યો સર્જાતા લોકો તબીબના વર્તનને લઈ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ પ્રશાસને નોંધ લઈ ડોકટર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર જીઈબી કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન ક હાથ રૂમાલ વેચી રહ્યા હતા ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ આવ્યા…

Read More
Screenshot 20210827 153219 Chrome

મુખ્યમંત્રી ગેહલોત ની તબિયત બગડી હોવાના અહેવાલો છે તેઓનું આજે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં સામાન્ય રૂટિન ચેકઅપ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સીએમ ગેહલોત ડાયગ્નોસ્ટિક સેન્ટરથી એસએમએસ હોસ્પિટલV લઈ જવાયા હતા જ્યાં કાર્ડિયાક તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહયા છે. આ અંગે જાણ થતાંજ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે. વિગતો મુજબ સીએમ ગેહલોત આજે વહેલી સવારે મેડિકલ ચેકઅપ માટે ગયા હતા જ્યાં તબિયત બગડતા તેઓ ને હોસ્પિટલમાં લઈ જવાયા જોવાનું જાણવા મળ્યું છે, સીએમ ગેહલોત આજે દિલ્હી જવાના હતા પરંતુ તબિયત બગડતા તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અશોક ગેહલોતે પોતે ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી…

Read More
20210827 145114 scaled

રાજ્ય માં ચોમાસાની સિઝન આવતા જ મોટાભાગ ના રોડ તૂટી જતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે અને રોડ ના કામો માં ભ્રષ્ટાચાર ની બૂ ઉઠતી આવી છે ત્યારે અમદાવાદ ની વાત કરવામાં આવે તો અહીં રોડ રસ્તાના તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓએ પુરા કરવાના હોય છે. ત્યારે રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં ઈજનેર ખાતાના અધિકારીઓ વિવાદ માં આવી ગયા છે. અહીં રોડ બન્યા બાદ પાંચ દિવસમાં જ તૂટી ગયો હોવા અંગે હોબાળો થયા બાદ ન્યુ મણિનગર વિસ્તારમાં પણ રોડ તૂટી ગયા છે પરિણામે જનતા પરેશાન થઈ ગઈ છે અને આ રોડ પર ‘ધ્યાનથી પસાર થવું,…

Read More
Screenshot 20210827 143900 Chrome

કાબુલ માં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ માં ફેલાયેલી અંધાધૂંધી વચ્ચે ફરીથી વિમાની સેવા પુનઃ કાર્યરત કરવામાં આવી છે.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલો થયા ને 16 કલાક વીત્યા બાદ ફરી વિમાની સેવા શરૂ થઈ ગઈ છે અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવાનું અભિયાન તેજ બનાવાઇ રહ્યુ છે. ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલા માં 90 અફઘાની અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા 90 અફઘાનીઓમાંથી 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર હતા. આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે હુમલા ની જવાબદારી સ્વીકારી છે. આમ આ બધા…

Read More