Author: mohammed shaikh

20210218 145018

કૃષિકાયદા ના વિરોધ માં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. ગુજરાતના ધાનેરા રેલવે સ્ટેશન પર રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે ટ્રેન રોકવા પહોંચેલા ખેડૂતોને રેલવે પોલીસે અટકાવી દીધા હતા અને જેવા આગેવાનો રેલવે સ્ટેશનમાં આવ્યા કે તરત જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને નેતાઓને અટકાવવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતો એ રેલ રોકો આંદોલન નું એલાન કર્યુ છે અને દેશના વિવિધ ભાગો માં ખેડૂતોનું રેલ રોકો અભિયાનની અસર કરી રહ્યું છે , અંબાલામાં સેંકડોની સંખ્યામાં…

Read More
20210218 142729

દેશ માં કોરોના નું સંક્રમણ માંડ ઘટ્યું હતું ત્યાંજ હવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતા તંત્ર માં ચિતા છવાઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર માં 4,787 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 5 ડિસેમ્બર બાદ સૌથી મોટો આંક હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. મહારાષ્ટ્ર રાજયમાં છેલ્લા 6 દિવસથી 3000થી પણ વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા 21 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો એક વખત પણ 3000ને પાર પહોંચ્યો નથી. દેશમાં બુધવારે કુલ 12,511 નવા કેસ નોંધાયા હતા, 11,847 લોકો સાજા થયા અને 90 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાના 1.09 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે.…

Read More
20210218 124935

સતત ભાવ વધારા વચ્ચે સરકાર કોઇ રાહત આપવાના મૂડ માં નથી ત્યારે પેટ્રોલ ભાવ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યું છે જે જનતા ને નિરાશ કરનારું છે નીતિન પટેલે કહ્યું પેટ્રોલ ડીઝલમાં ભાવ હાલ ઘટાડાની શક્યતા નથી અને ગુજરાતમાં સૌથી ઓછો વેટ દર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ મુદ્દે જણાવ્યું કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે. ગુજરાતમાં ભાવ પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની કિંમત પણ વધી છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, બજેટમાં કૃષિ સેસ નાંખ્યો છે, એક્સાઈઝ ઘટાડી છે. કોરોના મહામારીમાં સરકારની…

Read More
20210218 093359

અમદાવાદ માં ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 ફેબ્રુઆરીના રોજ રમાનારી ટેસ્ટ મેચને લઇને મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે,અને આજે 18 ફેબ્રુઆરીએ ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે. હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકાશે. મેચના 6 દિવસ પહેલા બંને ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે. મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. બંને ટીમ આગામી…

Read More
20210218 083659

કહેવાય છે કે ‘સમય બળવાન છે નહીં મનુષ્ય બળવાન’ આ વાત એટલા માટે યાદ આવે છે કે ગુજરાતમાં પાંચ વર્ષ પહેલાં સામાજિક આંદોલનથી રાજકારણમાં ખળભળાટ મચાવી સરકાર ને ઈન્ટરનેટ બંધ કરી દેવાની ફરજ પાડનાર યુવાનેતાઓ હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશની આંદોલનકારી ત્રિપુટી આજે કેમ સ્વૈચ્છિકભીડ ઉભી કરી શકતી નથી ? અને કેમ લોકો ખાસ નોંધ પણ લેતા નથી ? અને આજે જ્યાં જાય ત્યાં ઈન્ટરનેટ પણ બંધ કરવું પડતું નથી. તે વાત નેતાઓ એ નોટ કરવી પડશે. આજે લોકો બધુજ જાણે છે અને જો કોઈ ચૂક થાય તો સમજી જાય કે આ વાત માં કોઈ સ્વાર્થ હતો, રાજકારણ માં પ્રવેશ વગરે…

Read More
20210218 075237

રાજકોટમાં હાર્દિક પટેલ ફરી ગાજયા હતા અને પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે રાજકોટમાં આ વખતે અમે 45 સીટથી ચૂંટણી જીતીશું. તેઓ એ ઉમેર્યુ કે 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમને પાર્ટી હાઇ કમાન્ડ તરફથી 45 સીટથી વધુનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને અમે આ ટાર્ગેટ પૂરો કરીશું. કારણ કે અમને હાલ પ્રજા તરફથી જે બહોળો પ્રતિસાદ મળી રહ્યો , જે પ્રેમ મળી રહ્યો છે તેના આધારે હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે. પાર્ટીથી ટિકિટ ફાળવણીમાં ચૂક રહી હશે.…

Read More
20210218 073520

વડોદરાના વાઘોડીયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વારંવાર તેઓની ખાસ ભાષા ને લઈ વિવાદો માં આવ્યા કરે છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાણે કે મીડિયા પોતાની પ્રોપર્ટી હોય અને પત્રકારો જાણે કે તેમના થી દબાયેલા હોય તેમ લુખ્ખી ધમકી આપવાના મામલે અગાઉ મીડિયા અને લોકો માં ટ્રોલ થઈ ચૂક્યા છે એટલુંજ નહિ આ ધારાસભ્ય તંત્રને પણ અવારનવાર ધમકાવવાનું કામ કરી રહ્યા છે અને જાણે પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈ બતાવતા રહે છે અને હવે પાછું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે…

Read More
20210217 215128

કાશ્મીર માં આર્ટિકલ 370 હઠાવ્યા બાદ ત્યાંની સ્થિતિ જાણવા હાલ માં વિદેશી રાજદ્વારીઓ કાશ્મીર ના પ્રવાસે છે ત્યારે જ શ્રીનગર માં આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના સોનવર વિસ્તારમાં જ્યાં હુમલો થયો છે ત્યાંથી એક કિલોમીટર દૂર જ વિદેશી રાજદ્વારીઓ રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ડલ લેક નજીક એક કર્મચારી ને ઇજા પહોંચી છે. આ હુમલા ની જવાબદારી મુસ્લિમ જાંબાજ ફોર્સ J&Kએ સ્વીકારી લીધી છે. આતંકવાદીઓ ના ફાયરિંગ બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. કાશ્મીરમાં યૂરોપ અને આફ્રિકાના લગભગ 20 રાજદ્વારીઓની ટીમ અહીં છે જેઓ પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન યૂરોપીય સંઘનું આ દળ…

Read More
20210217 205921 scaled

ભગવાન શ્રી રામ ની પ્રાચીન અયોધ્યા નગરી માં ભગવાન શ્રી રામ ના જન્મ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામલલ્લાના ભવ્ય મંદિર માટે શ્રદ્ધાળુઓ દ્વારા ભેટ, દાનનો ધોધ વહી રહ્યો છે જેમાં ચાંદીની ઈંટો નું પણ દાન મળી રહ્યું છે, રામ ભક્તો મોટી સંખ્યામાં ચાંદીની ઈંટ દાન કરી રહ્યા હોય રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પાસે ચાંદીની ઈંટો મોટી સંખ્યા માં એકત્ર થઈ રહી છે અને અત્યાર સુધીમાં 400 કિલો ચાંદીની ઈંટ દાનમાં આવી ગઈ છે,ત્યારે ટ્રસ્ટ દ્વારા હવે ચાંદીની ઈંટ દાન ન કરવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે, કેમકે બેંક લોકર્સમાં તેને રાખવા માટે જગ્યા જ નથી બચી. ટ્રસ્ટના…

Read More
20210217 141147

દેશ આઝાદ થયા બાદ મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની પ્રથમ ઘટના બનવા જઈ રહી છે અહીં પોતાના પરિવાર ના સાત સભ્યો ની હત્યા કરનાર શબનમ ને ફાંસી આપવામાં આવશે. એપ્રિલ 2008માં સબનમે તેના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના 7 સભ્યોની કુહાડી ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે મથુરા ના ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે. જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના…

Read More