Author: mohammed shaikh

20201226 074957

કોંગ્રેસ માટે એક વફાદાર ની ઇમેજ ધરાવતા ઉમાકાંત માંકડ વારંવાર કોંગી નેતાઓ ની થતી ભૂલો મોઢા ઉપર જ સંભળાવતા અને સોશિયલ મીડિયા ઉપર મુકવાની વાત થી કંટાળી ગયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આખરે માંકડ ને સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે માંકડને કોંગ્રેસ દ્વારા વિચાર વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. આ જવાબદારી દરમિયાન તેઓ પક્ષ વિરોધી લખાણ સોશિયલ મીડિયામાં અવારનવાર લખતા હોવાનો કોંગ્રેસે કારણ રજૂ કરીને તેમને સસ્પેન્ડ કર્યા હોવાની વાત મીડિયા રિપોર્ટ્સ માં બહાર આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિચાર વિભાગના પ્રમુખ તરીકે ઉમાકાંત માંકડને જવાબદારી સોંપાઈ હતી. માંકડ કોંગ્રસ કાર્યાલયમાં કડવું અને આખું બોલવા માટે જાણીતા હતા.…

Read More
20201226 071536 scaled

અત્યાર સુધી ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ભારત ના વિદ્યાર્થીઓ ને વિદેશ જવું પડી રહ્યું છે જે હવે નહિ જવુ પડે કારણકે ગુજરાતના ધોલેરામાં 5000 એકર માં બની રહ્યો છે સાઉથ એશિયાનો સૌથી મોટો પ્રથમ સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન. જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસ અહીં સ્થાપશે અને હાલ દુનિયામાં ઉપલબ્ધ એવાં લગભગ તમામ અભ્યાસક્રમો અહીં ભણાવવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવવા માટે લાખ્ખો ના ખર્ચે વિદેશમાં જવું પડી રહ્યું છે અને પોતાના દેશ અને પરિવાર થી દૂર રહેવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આજ યુનિવર્સિટીઓ હવે ભારત માં અને એમાંય ગુજરાત માં…

Read More
20201225 071956

જો તમે સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરતા હોય અને કોઈ ચિલબૂલી લલચાવે તો ચેતી જજો કેમકે ક્યાંક તમને ફસાવી પૈસા પડાવી શકે છે. વિગતો મુજબ અમદાવાદ ના કૃષ્ણનગરમાં રહેતા 52 વર્ષીય આધેડને યુકેની મિન્ડા વિલફ્રેડ નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ બંને વચ્ચે ચેટિંગ થતી રહેતી હતી. મિન્ડાએ ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટનની નોકરી કરતી હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું એક ગિફ્ટ પાર્સલ મોકલું છું, જેમાં લેપટોપ, મોબાઇલ, કપડાં, જ્વેલરી જેવો સામાન છે. બીજા દિવસે આધેડ પર મહિલાનો ફોન આવ્યો હતો, જેમાં પોતે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-2 પર કસ્ટમ ઓફિસમાંથી બોલતી હોવાનું જણાવી કહ્યું…

Read More
20201225 065954 scaled

અમદાવાદ માં પોલીસ દર મહિને રૂપિયા 10 લાખ નો હપ્તો લઈ જુગાર નો અડ્ડો ચાલતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કારંજ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં ચાલતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યારે આ અડ્ડો લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગ લઈને આવેલા પીએસઆઈ મોહસીન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ આ અડ્ડા માં સામેલ હોવાની વાત બહાર આવી છે. જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરી વખત અમદાવાદમાં સક્રિય થઇને જુગારધામ ચલાવી રહ્યાં હોવાની માહિતીથી ખુદ પોલીસ…

Read More
20201225 061413

જેને સેવા જ કરવી છે તેના માટે કોઈ મુહૂર્ત હોતું નથી ગૌતમ ગંભીરે માત્ર એક રૂપિયામાં જરૂરિયાતમંદો માટે જમવાનું ચાલુ કર્યું છે, ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કીચન શરૂ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌતમ ગંભીરે ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કીચન શરૂ કર્યું છે. જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે. આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભૂખ્યા ન સૂવે. અમે આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કીચન ખોલીશું. બીજું કીચન મયુર વિહારમાં ખોલાશે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત…

Read More
20201225 054049

અમદાવાદ ના ઘુમા સ્થિત કબીર મંદિર આશ્રમના મહંત કૃપાલશરણ ગોસ્વામી અપહરણ પ્રકરણમાં 7 આરોપીઓ ની બોપલ પોલીસે ધરપકડ કરી છે. આ ચકચારી પ્રકરણમાં કૃપાલશરણની જુદા જુદા સર્વે નંબરોવાળી રૂ. 900 કરોડની જમીન હડપ કરવાના ઇરાદે તેઓનું અપહરણ કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓ મહંત કૃપાલશરણ ગોસ્વામીને કાર માં ઉઠાવી ગયા હતા અને રાચરડા સહિતના વિસ્તારોમાં લઈ ફર્યા હતા. તે સમયે રસ્તામાં વેરાન જગ્યા પાસે કાર ઉભી રાખી હતી. ત્યાં બીજી કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા. તમામ લોકોએ મહંતના ફોટો પાડી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓ માં જ્યંતી નારણ ગોહીલ (રહે, ખારા કુવા, ધોળકા),રઘુવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (રહે…

Read More
20201225 053521

રબારી સમાજ ના ગુરુ નું નિધન થતા સર્વત્ર શોક નું મોજું ફરી વળ્યું છે.વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ નું સ્વર્ગવાસી થતા અનુયાયી સહિત રબારી સમાજમાં શોક નું મોજું છવાયું છે. સદગત ને પીએમ મોદી સહિત અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિતીન પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. હાલ માં જ તરભમાં આવેલી રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાની જગ્યામાં રૂ.25 કરોડના ખર્ચે ભવ્ય શિવમંદિર પૂર્ણ થવાના આરે છે. આ મંદિરનો સંકલ્પ મહંત બળદેવગીરી બાપુએ કર્યો હતો અને તેમની હયાતીમાં જ મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા થાય તેવી અનુયાયીઓની લાગણી હતી પણ તેઓનાં નિધનથીઅનુયાયી સહિત…

Read More
20201225 045459 scaled

ખેડૂતો નું આંદોલન હવે આગળ વધતું જઈ રહ્યું છે અને 29 માં દિવસે દિલ્હી કૂચ જારી છે ખેડૂતો સાથે હવે યુવાનો પણ જોડાયા છે અને ધરણા શરૂ કર્યા છે એક યુવાને પોતાના શરીર ઉપર પુલવામાના શહીદોના નામના પીઠ પર ટેટુ પણ કરાવ્યા છે. ખેડૂતોએ પંજાબ-હરિયાણાના આંતરિક વિસ્તારોમાં રિલાયન્સ જિયોનાં ટાવરના વીજ કનેક્શન કાપવાની શરૂઆત કરી છે. નેતાઓનો વિરોધ પણ જારી છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ગુરુવારે સાંજે જિંદના ઉચાના પહોંચવાનું હતું પણ ખેડૂતોએ હેલિપેડ પર માટી ખોદી કાઢી તેના લીધે કાર્યક્રમ રદ કરવો પડ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે પત્ર લખી ખેડૂતોને કહ્યું કે ત્રણેય કાયદામાં એમએસપીની વાત…

Read More
20201225 043928

અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ હદ વિસ્તારમાં બે સગા ભાઈઓ એ નવા વર્ષ માં વેચવા માટે નકલી વિદેશી દારૂ ઘરે જ બનાવવાનું ચાલુ કરી દીધું હતું પણ પોલીસ ના હાથે ઝડપાતા નવા વર્ષ માં લોકઅપ માં જવાનો વારો આવ્યો હતો. અમદાવાદ પીસીબીની ટીમ ને મળેલી બાતમીના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદમાં નવા વર્ષની ઉજવણી માટે લોકોને વેચવા નકલી વિદેશી દારૂ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું હતું. પીસીબીએ બે સગા ભાઈની ધરપકડ કરી છે. પોલીસે નંગ-152 ,ખાલી બોટલો નંગ-235,બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અહીંના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે…

Read More
20201224 181402

વલસાડ માં UK થી આવેલી મહિલા કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે.હાલ માં બ્રિટન માં કોરોના વાયરસ નું નવું રૂપ જોવા મળ્યું છે ત્યારે ભારત માં આવનાર મુસાફરો નું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે તેવે સમયે વલસાડ માં યુકે થી આવેલી મહિલા કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી ગઇ છે, પારડી ની ગાયત્રી સોસાયટી ખાતે આવેલ એક 66 વર્ષીય મહિલા પોઝીટીવ હોવાની વાત સામે આવી છે.જોકે આ મહિલા 30 નવેમ્બર 2020 ના રોજ અહીં આવ્યા હતા પરંતુ તંત્ર કોઈ કસર છોડવા માંગતું નથી અને કોરોના પોઝીટીવ નો આ કેસ યુકે થી આવેલી મહિલા નો હોઈ દોડધામ મચી છે અને…

Read More