Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

yogart

હેલ્થ ડેસ્કઃ દહીંમા અનેક પોષકતત્વો હોવાના કારણે તેને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેના પરિણામે શરીરના હાડકા મજબૂત રહે છે. આ ઉપરાંત વિટામિન બી2, વિટામીન બી12, મેગ્નેશિયમ પોટેશિયમ અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ વધુ હોય છે. દહીં રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે, જેની સાથે દહીં ખાવાથી દહીં હાનિકારક બની જાય છે. જો સ્વાદ માટે તમે આ દહીંમાં પ્રકારનું મિશ્રણ કરતા હોય તો સમજી જાવ કે તમારા શરીરમાં ઝેરી પદાર્થો ઠલવાઈ રહ્યા છે. આ ઝેરી પદાર્થ તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ ઝડપથી ઓછી કરી નાખે છે.…

Read More
CM rupani saurashtra

ઉનાઃ તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ગમરોળી નાંખ્યું હતું. ત્યારે સૌથી વધારે પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ હવાઈ નિરિક્ષણ કર્યું હતું. જોકે, આજે ગુરુવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકત લીધી હતી. સાથે સાથે અગ્રસ્ત વિસ્તારોના પીડિતો સાથે પણ વાત કરી હતી. સીએમ રૂપાણીને સરપંચ અને ગરડા ગામનાં લોકોએ આ મહામુસિબતથી પડેલું દુખ અને વ્યથા વર્ણવી હતી. જેની સામે સીએમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમારી મદદ કરશે. નોંધનીય છે કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ…

Read More
alia ranbir marriage

મુંબઈઃ બોલિવૂડ જગતમાં અનેક કપલોની ચર્ચાઓ જગજાહેર થઈ રહી છે. ત્યારે હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે બંનેના લગ્નની ચાહકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે બંનેના લગ્ન અંગે એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી. જ્યોતિષી, ફેસ રીડર અને ભવિષ્યવાણી કર્તા પંડિત જગન્નાથ ગુરુજીએ આલિયા અને રણબીર કપૂરના લગ્નની ભવિષ્યવાણી કરી હતી. એક ન્યૂઝ પોર્ટન મુજબ, જો રણબીરનાં પિતા રિશી કપૂરનું આકસ્મિક નિધન અને માહામારીની સ્થિતિ ન હોત તો બંનેએ લગ્ન કરી લીધા હોત. જોકે, ફેન્સો જરાં પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે. બંનેનાં ફેસ રિડિંગ આધારે…

Read More
mansingh chaudhary

મહેસાણાઃ ગુજરાતમાં કોરોના બાદ ખુબ જ ગંભીર પ્રકારની બીમારી ઊભરી આવી છે. મ્યુકોરમાઈકોસિસ નામની આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મ્યુકોરમાઇકોસિસે વધુ એકનો ભોગ લીધો છે. મહેસાણા દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનોમ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીએ 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના બાદ માનસિંગભાઇને મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારી થઇ હતી. મ્યુકરમાઇકોસિસ થતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી…

Read More
yaas cyclone

નવી દિલ્હીઃ દેશના પશ્વિના દરિયાકાંઠાના રાજ્યોમા તહાબી સર્જી હતી. જોકે, હવામાન વિભાગ હજી એક નવું અનુમાન લગાવી રહ્યા છે કે હવે યાસ નામનું વાવાઝોડું આકાર લઈ શકે છે. અને હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે આશંકા જતાવી છે કે યાસ વાવાઝોડું અમ્ફાન કરતા પણ વધારે વિનાશ વેરી શકે છે. યાસ અડમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં 22 મેના રોજ ઓછા દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે જે ત્યારબાદ 72 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું કે તે ઉત્તર પશ્ચિમ તરફ વધી શકે છે અને 26 મેના રોજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ- ઓડિશાના દરિયાકાંઠા સુધી પહોંચી શકે…

Read More
KBC 13

મુંબઈઃ ટીવી જગતમાં સૌથી વધારે પ્રસિદ્ધ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની સિઝન 13ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ સિઝનમાં તમે ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તક છે. અમિતાભ બચ્ચને 19 મેના રોજ રાત્રે 9 વાગ્યે દસમો અને અંતિમ પ્રશ્ન પૂછ્યો છે, સાચા જવાબો આપીને તમે નોંધણી કરાવી શકો છો. દસમા સવાલનો વીડિયો સોની ટીવી અને સોની લિવના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે. દસમો પ્રશ્ન તમારા કરેંટ અફેયર્સની પરીક્ષા લેશે. જો તમને જગ્યા સાથે સંબંધિત વિષયોમાં રુચિ છે, તો પછી આ પ્રશ્ન તમારા માટે મુશ્કેલ નથી અને તમે આંખ મીંચીને સાચો…

Read More
asia cup

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં ચાલતી કપરી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે રમત જગત માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે જૂન માસમાં શ્રીલંકામાં રમાનાર એશિયા કપ ટુર્નામેન્ટને રદ કરી દેવામાં આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધીકારી દ્રારા આ અગેની માહિતી જારી કરવામાં આવી છે. એશિયા કપને લઇને જોકે છેલ્લા કેટલાક સમય થી આજ પ્રમાણેના તર્ક ચાલી રહ્યા હતા. જેમાં પહેલા પણ ટુર્નામેન્ટને રદ કરવા માટે ચર્ચાઓ ભાગ લેનારા દેશોમાંથી આવી રહી હતી. તો બીજી તરફ ટીમ ઇન્ડીયા (Team India) નુ પણ શિડ્યુલને જોતા પણ એશિયા કપમાં બી ટીમ મોકલવાની સ્થિતી…

Read More
medan film set

મુંબઈઃ તાઉતે વાવાઝોડું દેશના કાંઠા વિસ્તારના રાજ્યોમાં તબાહી મચાવીને આગળ વધી ગયું છે ત્યારે ફિલ્મનગરી મુંબઈમાં પણ તારાજી સર્જી હતી. તાઉતે વાવાઝોડાના કારણે સામાન્ય માણસથી લઈને મોટા ફિલ્મી સ્ટારને પણ અસર થઈ હતી. બોલિવૂડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ મેદાનના સેટ ઉપર તાઉતેએ વિનાશ વેર્યો હતો. મેદાના ફિલ્મના સેટ ઉપર પાણી ભરાવાની સાથે ભારે નુકસાન પહોંચ્યું હતું. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ફિલ્મની શૂટિંગ માટે મુંબઇમાં એક મોટો સેટ લગાવવામાં આવ્યો છે. જે સમયે ટાઉતેએ તબાહી મચાવી હતી તે સમયે સેટ પર આશરે 40 લોકો હાજર હતાં. તમામે સેટને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો પણ તેઓ સફળ ન રહ્યાં. અને સેટ સંપૂર્ણ નષ્ટ થઇ…

Read More
corona India 2

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. જોકે, હવે દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ દેશમાં કોરોનાની આ હદ સુધી સ્થિતિ બગડવા પાછળનું કારણ દેશમાં યોજાયેલા ધાર્મિક આયોજનો અને પ્રવાસી શ્રમીકોના માધ્યમથી ફેલાયો હોવાના દાવા થઈ રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ પોતાના એક રિસર્ચમાં દાવો કર્યો છે કે બીજી લહેરની પાછળ જવાબદાર માનવામાં આવી રહેલા વાયરસના મ્યૂટન્ટને વિદેશી પ્રવાસીઓ ભારત લાવ્યા. ત્યારબાદ આ મ્યૂટન્ટ વાયરસ પ્રવાસી શ્રમિકો અને ધાર્મિક આયોજનોમાં સામેલ થનારા લોકોના માધ્યમથી દેશભરમાં ફેલાયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઇસીએમઆરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક સમયમાં કોરોના સંક્રમણનો…

Read More
heat Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં તોકતે વાવાઝોડું પસાર થઈ ગયું છે. તોકતેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થયું હતું. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવે વાવાઝોડાની અસર ઓછી થતાં ગુજરાતમાં ફરીથી કાળઝાર ગરમી પડશે. જોકે, વાવાઝોડાની અસરને કારણે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, જ્યારે આજે એટલે 20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર,…

Read More